વડોદરા શહેરમાં વસતા માળી સમાજના લોકો પોતાના સમાજના આગેવાન સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા.

ગાયકવાડ સમયથી માળી સમાજ વડોદરા શહેરમાં વસવાટ કરે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. માળી સમાજને સખત અન્યાય થઈ રહ્યો છે તેમજ માળી સમાજને આ વખતે કોઈ પણ ટિકિટ ફાળવવામાં આવી નથી કે કોઈ યુવાનોને હોદ્દા આપવામાં આવ્યા નથી તે હેતુસર આજરોજ માળી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો.

રાત દિવસ મહેનત કરી અને ફૂલોની ખેતી કરતાં માળી સમાજના લોકોનો વિરોધ ચરમસીમાએ. ફૂલોના કોથરા કોર્પોરેશન દ્વારા ફેંકી દેવામાં આવે છે જેથી માળી સમાજ આજરોજ ભાજપ કાર્યાલય ખાતે રોષ ઠાલવ્યો. માળી સમાજના પ્રમુખના મતે અન્ય કોઈ પાર્ટી અમારા સમાજને પ્રોત્સતાન આપશે તો અમે આગામી ચૂંટણીમાં આ પાર્ટીનું સમર્થન કરીશું.


Reporter:







