ઘણા સમયથી ગટરનુ પાણી ઉભરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણી ઉભરાતા વોર્ડ નં 12 કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવામાં છતા પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે લોકોમાં રોષ.

અકોટાના સ્થાનિક રહેવાસીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના વિરુદ્ધમાં હાય રે કોર્પોરેશન હાય હાય ના નારા લગાવી વિરોધ કર્યો હતો અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાને ચિમકી આપવામાં આવી હતી કે 24 કલાકમાં ગટરની સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે લોકો આ ગટરના પાણીમાં બેસીને વિરોધ કરીશુ અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પણ આ ગટરનુ પાણી લઈ વડોદરા મહાનગરપાલિકા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે





Reporter: admin







