વડોદરા : દારૂ સંતાડવાના કિમિયાને પોલીસ નાકામિયાબ બનાવ્યો હતો. વિદેશી દારૂ, બે મોબાઈલ સહિત 43 હજારનો મુદ્દામાલ કબજે કરી કપુરાઈ પોલીસને સોંપ્યો છે.
નંદેસરી પોલીસના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને પીસીબીની ટીમે જામ્બુઆ બ્રિજ પાસેથી 36 હજારના વિદશી દારૂ ઝડપી પાડયો હતો. મશીન જેવુ બોક્સ બનાવી દારૂ સંતાડવાના કિમિયાને પોલીસ નાકામિયાબ બનાવ્યો હતો. વિદેશી દારૂ, બે મોબાઈલ સહિત રૂ. 43 હજારનો મુદ્દામાલ કબજે કરી કપુરાઈ પોલીસને સોંપ્યો છે.નંદેસરી પોલીસ સ્ટેશનમાં 10 મહિના પહેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ દારૂના કેસમાં આરોપી મહેશ ઉર્ફે બોબડી વાળંદની સંડોવાણી બહાર આવી હતી. પરંતુ આરોપી ઘણા મહિનાઓ નાસતો હતો. આ ફરાર આરોપી મહેશ વાળંદ હાલમાં પણ દારૂનો ધંધો કરે છે અને 8 નવેમ્બરે જાંબુઆ બ્રિજ પાસે આવેલા રામદેવ સીતામાતા હોટલ પાસે મહેશ ઉર્ફે બોબડી ગીરીશ વાળંદ (રહે. મહાદેવ ચોક, મહાકાળી સોસાયટી સામે કિશનવાડી )દારૂના જથ્થા સાથે ઊભો છે.
તેવી મળેલી બાતમીના આધારે પીસીબીની ટીમે જામવા બ્રિજ પાસે રેઈડ કરી નંદેસરી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને રૂ.36 હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસને શંકા ન જાય માટે બુટલેગર મશીન જેવું બોક્સ બનાવી તેમાં દારૂ સંતાડયો હતો. જેથી પોલીસે સ્ક્રુ ખોલીને તપાસ કરતા તેમાંથી દારૂની પેટીઓ નીકળી હતી. જેથી પીસીબીએ વિદેશી દારૂ બે મોબાઈલ સહિત 43 હજારનો મુદ્દામાલ કબજે કરીને કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોપ્યો છે. જ્યારે સેલવાસના જીગ્નેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી બુટલેગર મહેશ વાળંદ વિરુદ્ધ પાણીગેટ તથા બાપોદ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચુક્યા છે.
Reporter: admin