News Portal...

Breaking News :

શહેરના પાંચ જેટલા માથાભારે ઈસમો વિરુદ્ધ પાસનું શસ્ત્ર ઉગામી કાર્યવાહી કરતી પીસીબી પોલીસ

2024-07-18 21:26:03
શહેરના પાંચ જેટલા માથાભારે ઈસમો વિરુદ્ધ પાસનું શસ્ત્ર ઉગામી કાર્યવાહી કરતી પીસીબી પોલીસ





શહેર પીસીબીએ રાયોટીંગ,મારામારી,લૂંટ,ચેઇન સ્નેચિંગ, ચોરી અને પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ જેટલા ઈસમોની પાસા હેઠળ કાર્યવાહી કરીને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલી આપ્યા હતા. પીસીબીએ ગોત્રી વિસ્તારમાં રહેતા જયેશભાઇ ભગવાનભાઈ ભરવાડ વિરુદ્ધ ગોત્રી અને અકોટા પોલીસ મથકે મારામારી કરવાની ફરિયાદ નોંધાઇ હતી. આરોપી જયેશ ભરવાડ ખૂબ જ ઝનૂની સ્વભાવનો હોય તેની સામે પાસાની કાર્યવાહી કરીને પોલીસે ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે. પાસાના બીજા કેસમાં મારક હથિયાર બતાવીને દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની લૂંટ ચલાવનાર અને બીજા ગુનામાં મારામારી કરનાર માથાભારે જાફર આરીફભાઈ ઘાંચી રહે સના કોમ્પ્લેક્ષ બહાર કોલોની,સરદાર એસ્ટેટ આજવા રોડ સામે પાસાની કામગીરી કરીને તેને ભુજ ખાતેની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. માથાભારે જાફર વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ૨૧થી વધારે ગુનાઓ નોંધાયેલા છે. પાસાના ત્રીજા કેસમાં મોટા ફોફળીયાની ડોકટર આબેડકર પોળમાં રહેતો વિજય રમણભાઈ પરમાર સામે ચોરી અને મારામારીના ૧૯ જેટલા ગુનાઓ નોંધાતા તેને પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પાસાના અન્ય કેસમાં નર્મદેશ્વર સોસાયટી સહયોગ ગોરવા વિસ્તારમાં રહેતો મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસિંગાણી સામે વિવિધ પોલીસ મથકોમાં પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયા છે. આ ઇસમને પાસાની કામગીરી કરીને ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.



પીસીબી દ્વારા પાસાના અન્ય કેસમાં વાઘોડિયા રોડ પર આવેલ ઉકાજીના વાળીયામાં રહેતો મેહુલ નટવરભાઈ કહાર વિરુદ્ધ વાઘોડિયા ગ્રામ્ય, ડભોઇ,મંજુસર,સાવલી અને છાણી  પોલીસ મથકે પ્રોહીબિશનના ગુના નોંધાયા હતા . પીસીબીએ આ બુટલેગરને ઝડપી લઈને રાજકોટ જેલ ખાતે મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પીસીબી દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનેગારોની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે .માથાભારે ઈસમોની  અસામાજિક પ્રવૃત્તિને ધ્યાને રાખીને પીસીબી દ્વારા આજે શહેરના પાંચ જેટલા માથાભારે ઈસમોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.


...

Reporter: admin

Related Post