News Portal...

Breaking News :

પાવાગઢ વિજય વલ્લભ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના સ્થાપના દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી

2025-01-16 18:11:17
પાવાગઢ વિજય વલ્લભ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના સ્થાપના દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી


પાવાગઢ ને પંજાબ બનાવવાની આહલેક જગાવી ધુણી ધખાવીને બાળકોમાં સારા સંસ્કારનું નિર્માણ થાય તે ઉદ્દેશ્યથી પાવાગઢ ખાતે આજથી ૨૧ વર્ષ પહેલાં વિજય વલ્લભ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી એમ પાવાગઢ જૈન તીર્થ તથા સ્કૂલ ના મહામંત્રી દીપક શાહે જણાવ્યું હતું. 


આજના કાર્યક્રમમાં કાર્યદક્ષ આચાર્ય જગતચંન્દ્ર સુરી મહારાજ દ્વારા સ્થાપિત ઇન્દ્ર જગત વિદ્યાલય જીવનપુરા તથા ધનેશ્વરના બાળકોએ પણ ભાગ લીધો હતો. એમ સ્કૂલ નું સુચારુ રીતે સંચાલન કરતા કેવલ શાહે જણાવ્યું હતું.આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી, સેવાભાવી પુર્ણચંદ્રવિજયજી,તથા ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી તથા અચલગચ્છ સમુદાયના ગણિ રાજરત્નસાગર તથા જૈન મુનિ પ્રિયંકરસાગરવિજયજી મહારાજ પણ ઉગ્ર વિહાર કરી સ્કુલના સ્થાપના દિવસ ના કાર્યક્રમ માં પધારી નિશ્રા પ્રદાન કરી હતી અને આશિર્વચન પાઠવ્યા હતા. પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું.


એમ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું.દરમિયાનમાં કાર્યક્રમના મુખ્ય અતિથી રાકેશભાઈ કાશીવાલા તથા કેરાલા થી પધારેલ હરિ મેનન સાહેબે વિદ્યાર્થીઓ ને પ્રેરક ઉદબોધન કર્યું હતું. ત્યાર બાદ મહેમાનો નું બહુમાન ટ્રસ્ટી દીપકભાઈ શાહ તથા કેવલ શાહે કર્યું હતું.દરમિયાનમાં વિજય વલ્લભ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ હરીતા વ્યાસે જણાવ્યું હતું કે આજે સ્કૂલના નાના બાળકો દ્વારા જુદાજુદા થીમ ઉપર નાના બાળકો દ્વારા સંસ્કાર ના સંદેશ આપતાં ગીતો ડાન્સ પરફોર્મન્સ વગેરે રજૂ કર્યા હતા એમ ભરતભાઈ જૈને જણાવ્યું હતું.બોડેલી પાસે આવેલ સાલપુરા ખાતે ૩૧ જાન્યુઆરી ના રોજ ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજ ના હસ્તે યોજાનાર દિક્ષા ની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું

Reporter: admin

Related Post