ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢ સહિતના ડુંગરોનો નજારો કાંઇક અલગ જ દેખાઇ રહ્યો છે.
યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છવાયો છે. વરસાદને કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ આખા ડુંગર પર ધુમ્મસ છવાઇ ગયું છે. આજે વહેલી સવારથી જ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છવાયો છે. ધોધમાર વરસાદને કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ અને ધુમ્મસને કારણે રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે.
વાતાવરણ ચોખ્ખું થયા બાદ થોડા સમય બાદ રોપ વે સેવા શરૂ થવાની શક્યતાઓ જણાવવામાં આવી છે.હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે બે કલાકમાં 6થી 8 વાગ્યા સુધીમાં કુલ 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ વડોદરાના દેસરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પંચમહાલના કલોલ અને સાવલીમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જાંબુધોડા, વિસાવદર, કુંકાવાવ વડિયા, હાલોલ, ઘોઘંબા, ગરીયાધાર, આણંદ, ગળતેશ્વરમાં 10 એમએમ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
Reporter: News Plus