વડોદરાના આજવા રોડ પર કમલા નગર તળાવ પાસે આવેલ પ્રાચીન મંદિર કમલેશ્વર મહાદેવ ના મંદિરને ભક્તો દ્વારા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો અને આજના દિવસે ભવ્ય રીતે પાટોત્સવ યોજવામાં આવ્યો હતો
જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ આ મંદિર ખાતે દર વર્ષે કમલેશ્વર મહાદેવ નો ધામધૂમ પૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.ઘણા ભાઈઓ તથા બહેનો જોડાયા હતા.હવન અને પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં સવારે પૂજા અર્ચના વિધિ અને સાંજે યજ્ઞ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે જેથી કમલેશ્વર મહાદેવ મંદિરના મહારાજ તરફથી સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી વિનંતી કરવામાં આવી.
Reporter: