ડભોઇ પોલીસ ધ્વારા થરવાસા ચોકડી પાસે વાહન ચેકિંગ ની કામગીરી હાથ ધરાઇ હતી. ત્યારે વડોદરા થી ડભોઈ તરફે આવતી શંકાષ્પદ ઓટોરીક્ષા બાબતે બાતમી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.
જે ઓટોરીક્ષા વેગા પાસ કરી થરવાસા ચોકડી તરફ આગળ વધતા પોલીસે માર્ગ પર ઘેરો ઘાલી શંકાષ્પદ ઓટોરીક્ષા સાથે તેના ચાલક ને ઝડપી પાડી પુછતાછ કરી હતી.એન્જીન અને ચેચીસ નંબર આધારે નેત્રમ કમાન્ડ કંટ્રોલ ધ્વારા તપાસ કરતા ચોરી ની ઓટોરીક્ષા નો ભેદ ઉકેલાયો હતો.જીલ્લા પોલીસવડા ની સુચનાઆધારે ડભોઈ પી.આઈ.એસ.જે.વાઘેલા ધ્વારા ડી.સ્ટાફ ના જવાનો સાથે મિલકત અને વાહનોને ચોરીના ગુના સતત તપાસ હાથ ધરી હતી.જેમા વાહન ચેકિંગ ની કામગીરી હાથ ધરતા વડોદરા તરફ થી ડભોઈ તરફ આવતી ઓટોરીક્ષા જેનો નંબર-GJ-01- CZ-6974 ની શંકાષ્પદ હોવાની બાતમી મળી હતી.
જેથી ડભોઈ પોલીસે થરવાસા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.થોડીવાર બાદ વેગા પાસ કરી બાતમી મુજબ ની ઓટોરીક્ષા આવતા તેને રોકી ચાલક નુ નામઠામ પુછતા તેને પોતાનુ નામ જયેશભાઈ સોમાભાઈ ભોઈ ઉ.વ.૩૨.રહે.થામના, તા. ઉમરેઠ, જી.આણંદ હોવાનુ જણાવ્યુ હતુ.ઓટોરીક્ષા અંગે પુછતા તેને આર.સી.બુક ની નકલ આપી હતી.જે આધારે નેત્રમ કમાન્ડ કંટ્રોલ મારફતે તપાસ કરાતા બે ઓટોરીક્ષા અંગે ગાંધીનગર સેક્ટર -૦૭ મા ચોરી ની ફરીયાદ થયેલ હોવાનુ ખુલ્યુ હતુ. જયારે ઝડપાયેલ ઇષમે પોતે દલાલ મારફતે વિજયભાઇ રમણભાઇ હરીજન રહે. ઈન્દિરા નગરી, રાઘવાણજ, તા. માતર, જી.ખેડા થી રુપિયા-૩૨,૦૦૦ મા વેચાણ લીધેલ હોવાનું જણાવ્યુ હતુ.પોલીસે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઈ) મુજબ કબ્જે કરી સેક્ટર - ૦૭ પોલીસે ને આરોપી અને મુદ્દામાલ સુપ્રત કરેલ છે.
Reporter: admin