News Portal...

Breaking News :

કમાટીપૂરા તાજ બુરહાની બિલ્ડિંગ માંથી 12 ફૂટ પાણીમાં દર્દીનું સ્થાનિકો દ્વારા દિલધક રેસક્યુ

2024-08-29 18:29:51
કમાટીપૂરા તાજ બુરહાની બિલ્ડિંગ માંથી 12 ફૂટ પાણીમાં દર્દીનું સ્થાનિકો દ્વારા દિલધક રેસક્યુ


વડોદરા : શહેરના કમાટીપૂરા વિસ્તારમાં આવેલ તાજ બુરહાની બિલ્ડિંગ માં રહેતા એક વૃદ્ધ અચાનક પડી જતાં તેમના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ સાથે ફ્રેકચર થતા તમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું. 


સ્થાનિક લોકોને તંત્ર તરફ થી કોઈ મદદ ન મળતા છેવટે સ્થાનિક યુવકો એ જાતે જ આ દર્દી ને 12 ફૂટ પાણીમાંથી રેસક્યુ કરવાનો નિર્ણય કર્યો હતો. ફતેગંજ વિસ્તારમાં આવેલ મેરાજ રેસીડેન્સી તથા આસપાસ ના યુવકો આ રેસક્યુ કરવા એકઠા થઈ ગયા હતા. વિસ્તારના અગ્રણી તાહેરભાઈ જાબુઆવાલા, સહિત વિસ્તારના 5 જેટલા તરવૈયાઓ મેરાજ રેસીડેન્સી થી દોરડું બાંધી સાથે લઈ 12 ફૂટ જેટલા ઊંડા વહેણ સાથે ના પાણીમાં કૂદકો લગાવી તરી ને  એક તરાપો સાથે લઈ તાજ બુરહાની બિલ્ડિંગ સુધી પહોંચ્યા હતા. પાણી ઊંડું અને વહેણ સાથે હોય દર્દી ને બહાર કાઢવો ઘણું મુશ્કેલ હતું. 


તરવૈયાઓ પહોચી દર્દીને તરાપામાં મૂકી દીધા બાંધી પાણીમાંથી બહાર કાઢવા રેસક્યુ શરૂ કર્યું હતું. એક તબક્કે પાણીના વહેણમાં તરવૈયા ઓ પણ ખેંચાવા લાગતા બૂમાબૂમ થઈ હતી. પરંતુ અન્ય તરવૈયાઓ દ્વારા પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી હતી અને એક તરવૈયાની ડૂબતા બચાવી લીધો હતો. દોરડાની મદદ થી દર્દી સાથે ના તરાપા ને ફતેગંજ સદર બજાર સુધી લઈ જવામાં આવ્યો હતો . અને ત્યાં થી તાત્કાલિક તેમને યુવકો દ્વારા ગાડીમાં નાખી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દીલધક રેસક્યુ માં તાહેર ભાઈ જાબુઆવાલા અને તેમની સાથેના વિસ્તારના હિન્દુ મુસ્લિમ તરવૈયાઓએ દિલ ધડક રેસ્કયું પાર પાડતા તમામ લોકો એ તાળીઓના ગડગડાટ સાથે યુવકોને માનવતા ભરી કામગીરી ને બિરદાવી હતી. આ સમયે મેરાજ રેસીડેન્સીના સમીરખાન પઠાણ , ઝમિરખાન, નઝર મોહમ્મદ શેલિયા સહિતના યુવાનો એ ઉત્તમ કામગીરી બતાવી આ રેસ્કયુ ને પાર પાડવામાં મદદ કરી હતી.

Reporter: admin

Related Post