કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના તમામ વિસ્તારોમાં સઘન સફાઇ કરવામાં આવી હતી તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો.

હરણી વારસીયા વિસ્તારમાં ગંદકી બદલ 1700 રુપિયાનો દંડ પણ કરાયો હતો. ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ વિવિધ વિસ્તારોમાં પેચવર્ક કરાયા હતા તથા તંદેશ્વર અને કપુરાઇ તળાવની સફાઇ પણ શરુ કરાઇ છે. ઉત્ર ઝોનમાં પણ વિવિધ રસ્તાનું પેચવર્ક કરાયું હતું તો શાહેદ ગલી રાવપુરા રોડમાં પાણી લીકેજ કામગિકી, બરોડા હાઇસ્કૂલ બગીખાના પાસે વરસાદી ગટર ચોકઅપની કામગિરી તથા કાશી વિશ્વનાથ તળાવ પાસે નવા કુવાનું કન્સ્ટ્રક્શન કામ શરુ કરાયું હતું,પશ્ચિમ ઝોનમાં પણ વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો.
Reporter: admin







