News Portal...

Breaking News :

ચેરમેન v/s પૂર્વ ચેરમેન

2025-08-01 09:49:39
ચેરમેન v/s પૂર્વ ચેરમેન


પાલિકાનાં સત્તાધિશો હજી પણ સ્મશાનનાં ખાનગીકરણની તરફેણમાં..પ્રમુખનાં ઈશારે ફરી યુ-ટર્ન.. પાલિકાનું દિશાવિહીન આયોજન
સેવાભાવી સંસ્થાઓ સાથે સત્તાધિશોનું ઓરમાયું વર્તન



છાણી સ્મશાનનો વિવાદ ચરમસીમાએ... બે નેતાઓનાં ઇગોને કારણે લોકોને હાલાકી.શાસકોના ગળામાં ભરાયું હાડકું..
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 31 સ્મશાનો સ્વૈચ્છિક સંસ્થાઓને સંચાલન અને નિભાવણી માટે સોંપવાના ઠરાવ બાદ શરૂ થયેલો વિવાદ શમવાનું નામ લેતો નથી. હાલના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી ઘમંડી છે અને તેમણે સ્મશાનોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરી નાખ્યો હતો અને કોન્ટ્રાક્ટ પણ આપી દીધા હતા પણ સ્મશાનમાં અપૂરતી સુવિધાઓ જોવા મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વિપક્ષે પણ આ મામલે ભારે બૂમરાણ મચાવી હતી જેથી આખરે શહેર ભાજપ પ્રમુખને મેદાનમાં આવવું પડ્યું હતું અને કોર્પોરેશનના નિર્ણયમાં ફેરફાર કરાયો હતો. હાલના ચેરમેને કોઇ પણ પ્રકારના પ્લાનિંગ વગર જ કામ કર્યું હતું જેથી હજુ પણ વિવાદ વધી રહ્યો છે. પૂર્વ ચેરમેન સતિશ પટેલ છાણી ઉપર તેમના ચેરમેન તરીકેના કાર્યકાળમાં તેમણે કરેલા ઘણા નિર્ણયોમાં વગોવાયેલા જ હતા અને તેઓ પણ ઘમંડી આપખુદશાહી કરીને વહિવટ કરતા હતા. જેથી સ્મશાનના વિવાદમાં ચેરમેન-પૂર્વ ચેરમેનના ઇગો ટકરાયા છે. બુધવારે મોડી રાત્રે છાણી ગામના લોકોનાં દાનથી ચાલતા સ્મશાનના લાકડા અન્યત્ર લઈ જવાની ચાલી રહેલી કાર્યવાહીને કોંગ્રેસના કાઉન્સિલરોએ રોકતા સ્ટેન્ડિંગ કમિટીના ભાજપાના પૂર્વ ચેરમેન સહિત ગામ લોકો અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને બંને જૂથો ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, છાણી ગામમાં આવેલું સ્મશાન વર્ષોથી ગામ લોકોના દાનથી ચાલી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા તેની હદમાં આવતા છાણી ગામ સહિતના 31 સ્મશાનો સ્વૈચ્છિક સંસ્થાઓને સંચાલન અને નિભાવણી માટે સોંપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ કોર્પોરેશન દ્વારા જે સ્મશાનો સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવે છે, તેમને કોર્પોરેશન સાથે એમઓયુ (MoU) કરીને ચલાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, છાણી ગામના સ્મશાનના વહીવટકર્તાઓએ કોર્પોરેશન સાથે MoU કરવાને બદલે મોડી રાત્રે સ્મશાન માટે દાનમાં આવેલા લાકડા અન્યત્ર ખસેડવા માટે કાર્યવાહી કરતા ભાજપા અગ્રણી સતીષ પટેલ સહિત વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલરો જહા દેસાઈ,પુષ્પાબેન વાઘેલા અને હરીશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા. કોંગ્રેસનાં કાઉન્સિલરોએ અન્યત્ર ખસેડાઈ રહેલા લાકડાઓના ટ્રેક્ટરોને રોકતા ભારે ઘર્ષણ થયું હતું અને એક તબક્કે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. આ ઘટનાને પગલે છાણી ગામનું સ્મશાન મોડી રાત્રે સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું. આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ટ્રસ્ટના લાકડા આજુબાજુના ગામોના સરપંચોને આપવાની કામગીરી સમયે જ આ બબાલ થઇ હતી. 




આ પાલિકાનાં લાકડાં સ્મશાનમાં રહેવા જોઇએ.
બીજી તરફ, કોંગ્રેસના કાઉન્સિલર અને પાલિકાના ઉપનેતા જહાં દેસાઇએ જણાવ્યું હતું કે, શહેરના છાણી ગામનું સ્મશાન સહિત 31 સ્મશાનો ખાનગી સંસ્થાઓને વહીવટ માટે સોંપવામાં આવ્યા છે ત્યારે છાણી સ્મશાનના ટ્રસ્ટીઓ દ્વારા સ્મશાનમાં પડેલા લાકડા વેચી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ લાકડાં છાણી ગામ લોકોના દાનની રકમના છે. આથી આ લાકડાં સ્મશાનમાં રહેવા જોઇએ.

લાકડાંનો ભાવ કરીને ટ્રસ્ટમાં પૈસા લઈ લેવા જોઈએ
હું મારા મતવિસ્તાર તથા છાણી ગામના તમામ રહીશોને જણાવવા માગું છું કે છાણી સ્મશાનમાં અંતિમક્રિયા માટે એક પણ રૂપિયો આપવાની જરુર નથી જેની તમામ લોકો નોંધ લેશો. છાણી વિસ્તારના લોકોના દાનમાં આપેલ લાકડાં આજુબાજુના ગામના સરપંચને લોકોને આપવામાં આવ્યા છે એનો વિરોધ છે. ખાનગીકરણનો કોંગ્રેસ પાર્ટી એ વિરોધ કર્યો હતો ત્યારે આ ભાજપના નેતાની પબ્લીક વિરોધી નિર્ણય સામે બોલવાની હિંમત નથી.  ખાલી કોંગ્રેસ પાર્ટી એ જ વિરોધ કરેલ હતો. કોન્ટ્રાક્ટર કોર્પોરેશન પાસેથી પૈસા લે છે તો અમારી વાત હતી કે કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને છાણી વિસ્તારના લોકોએ દાન માં આપેલ લાકડાં નો ભાવ કરીને ટ્રસ્ટ માં પૈસા લઈ લેવા જોઈએ જેથી આ જ પૈસા નો ઉપયોગ બીજા સારા કામ માટે કરી શકાય એવું મારું માનવું છે

હરિશ પટેલ કોર્પોરેટર 
અમારા લાકડા હતા તો અમે આસપાસના ગામોમાં દાનમાં આપવાનું નક્કી કર્યુ.
છેલ્લા 25 દિવસથી કોર્પોરેશન હેન્ડલ કરે છે. આ લાકડા અમારા ટ્રસ્ટ અને લોકોના સહકારથી ભરેલા હતા. હવે કોન્ટ્રાક્ટર બધો સામાન લાવશે તો પછી અમારા લાકડા હતા તો અમે આસપાસના ગામોમાં  દાનમાં આપવાનું નક્કી કર્યુ, અને સરપંચોના દાનમાં આપ્યા. ત્રણ કોર્પોરેટરોએ આવીને ધમકાવ્યા. મારી પાસે હિસાબ માંગ્યો. ટોળામાં શું થાય તેમાં ખબર ના પડે. કોંગ્રેસ ખીચડી પકાવવા આવી રહી છે.

સતિશ પટેલ છાણી

Reporter: admin

Related Post