લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મળે
સરકારી વિભાગો અને પોલીસે પણ આવા પ્રકારના ફ્રોડમાં કયા પ્રકારની મોડસ ઓપરેંડીથી છેતરપીંડી થતી હોય છે તે જાણવા માટે પણ ફરિયાદ કરવી જોઈએ
વડોદરા શહેર- જિલ્લામાં પણ આ જ પ્રકારે કેટલાક લેભાગુઓએ લોકોને ધોળા દિવસે તારા બતાવીને લોકોને છેતર્યા છે

ભાંડો ફોડતા સંચાલક કિન્નરીબેનની કબૂલાત.. પોતે પણ અન્ય ઈસમોથી છેતરાયા હોવાનું રટણ
સરકારી યોજનાની સહાયના નામે ફૂટી નિકળેલા વચેટીયાઓએ સરકારના નાક નીચે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને લાલચ આપીને ઠગવાનો કારસો રચ્યો છે. પણ સરકારી તંત્ર હજુ પણ ઉંઘી રહ્યું છે. વડોદરાના ગેંડીગેટ રોડ પર લાડવાડાના નાકે બીજેપી ઓફિસ પાસે આવેલી દેવ એડ્વાઇઝર્સ નામની ઓફિસના સંચાલકો ગ્રામ્ય વિસ્તારમાં જઇને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં સહાય કે લોન અપાવાની લાલચ આપીને લોકો પાસેથી ફોર્મ ઉઘરાવી પ્રત્યેક ફોર્મ દીઠ 4500 રુપીયા ઉઘરાવે છે તેવો સ્ફોટક અહેવાલ ગુજરાતની અસ્મિતાએ બુધવારે પ્રસિદ્ધ કર્યો હતો. ગુરુવારે મીડિયા દેવ એડ્વાઇઝર્સની ઓફિસે પહોંચતાં ભોગ બનનારને પોતાની રકમ સંચાલિકાએ પરત આપી. દેવ એડ્વાઇઝર્સના સંચાલકે તો વળી કેટલાક ગ્રાહકોને એવી ધમકી આપી હતી કે તમે જો મીડિયામાં જશો તો હું આત્મહત્યા કરી લઇશ. ઉપરાંત દેવ એડ્વાઇઝર્સની કારીગરી તો જુઓ કે વિશ્વકર્મા યોજનામાં જેમાં લોન જ મળતી નથી અને યોજનામાં તેનું નામ જ નથી એવા બ્યુટી પાર્લર કેટેગરી માટે પણ દેવ એડ્વાઇઝર્સ દ્વારા 4500 રુપિયા ઉઘરાવાયા હતા. સામાન્ય મધ્યમ વર્ગના લોકોને સરકારી લોન અપાવવાના નામે દેવ એડ્વાઇઝર્સ દ્વારા ગોરખધંધો જ ચાલી રહ્યો હતો. આ મામલાનો પર્દાફાશ થતાં તેણે પોતાની રકમ ગ્રાહકોને પરત આપવાના શરુ કરી દીધા હતા.ખરેખર તો આ માટે જવાબદાર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સીએસસી સેન્ટર ના મેનેજર દ્વારા તપાસ કરીને દેવ એડ્વાઇઝર્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઇએ. સરકારી સહાય અપાવવાના નામે સરકારી મંજૂરી વગર ક્યારેય આ પ્રકારે રકમ ઉઘરાવી શકાય નહી. દેવ એડ્વાઇઝર્સના સંચાલકે લોકો સાથે છેતરપીંડી કરી છે. રકમ પરત આપી દે તો નિર્દોષ પુરવાર થઇ જાય તેવું ક્યાંય લખેલું નથી. તેણે સરકારી કાયદા નિયમોનું ઉલ્લંઘન તો કરેલું છે અને સરકારના નામે લોકો સાથે છેતરપીંડી કરી છે જેથી તેની સામે પોલીસ ફરિયાદ કરવી જરુરી છે.
બહુ કમાવવાનું છે તેમ કહીને તમે કરો તેમ કહ્યું
મારે ત્યાં દિવાળી આસપાસ હર્ષદ પટેલ અશ્વમેઘવાળા સાથે લોનનું કામ કરતી હતી. ત્યાં વર્ષા બેન પણ હતા. તેમણે મને આ કામ બતાવ્યું.મારુ હોમલોન પીએલનું કામ છે. આ સ્કીમમાં લોકોએ બહુ કમાવવાનું છે તેમ કહીને તમે કરો તેમ કહ્યું. મારા ગ્રાહકો વધારે છે. તેમણે તો સર્ટી બતાવ્યા હતા. વાંકાનેરનાં કાજલબેનને કહ્યું કે ગ્રાહકો પાસેથી 4500 લીધેલા હતા. 90 ટકા લોકોને પૈસા પરત આપી દીધા છે. વાંકાનેરમાં 30 ફોર્મ ભરેલા પણ મોટાભાગનાંને પાછા આપી દીધા. મને ખુદને લાગતું હતું કે યોગ્ય નથી. હર્ષદ પણ પૈસા લઇને જતો રહ્યો છે. જેમના પૈસા લીધેલા છે તેમના પૈસા આપી દીધેલા છે. મને ખબર નથી કે કોણે મને ભરાવી છે.
કિન્નરીબેન, સંચાલક

મેડમે ફોર્મ ભરવાનું કહ્યું.
વાંકાનેરથી આવી છું. મે 15થી 20 ફોર્મ ભરેલા છે. પૈસા પાછા આપી દીધા છે 5 જણાના બાકી છે. વિશ્વકર્મા માટે કિન્નરી મેડમ મારા ઘેર આવ્યા હતા અને મેડમે ફોર્મ ભરવાનું કહ્યું.
કાજલબેન એજન્ટ
સીએસસી મેનેજર નૈનેશ વસાવાને સમગ્ર મામલા અંગે ગંધ આવી
સીએસસી મેનેજર નૈનેશ વસાવાને સમગ્ર મામલા અંગે ગંધ આવી જતાં આખરે સાંજ પછી તો તેમણે ફોન જ સ્વીચ ઓફ કરી દીધો હતો. સમગ્ર મામલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સીએસસી સેન્ટરના કર્મચારીઓ અને અધિકારીઓ પણ સંડાવેયાલા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સરકારી અધિકારીઓની મિલીભગત વગર આ પ્રકારે મહા કૌભાંડ-ઠગાઈ આચરી શકાય નહી. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલાની તપાસ કરવી અત્યંત જરુરી છે.
દેવ એડ્વાઇઝ્ર્સને અચાનક સહાનુભુતિ આવી
વિશ્વકર્મા યોજનાના નામે સહાય આપવા માટે લોકો પાસેથી 4500 રુપિયા ઉઘરાવનાર દેવ એઓડ્વાઇઝ્રસના સંચાલક કિન્નરીબેન તો મીડિયા સમક્ષ એવું વર્તન કરતા હતા કે તેઓ તો જાણે દૂધે ધોયેલા છે. તેમણે કોઇ હર્ષદ અને વર્ષા નામના શખ્સો પર ઢોળ્યું હતું અને હર્ષદે તેમની સાથે પણ ઠગાઇ કરી હોવાનું જણાવ્યું હતું. હર્ષદના કહેવાથી કિન્નરીએ આ લોભામણી લાલચ આપવાની શરુ કરી હતી પણ તેણે જાણવું જોઇએ કે સરકારી મંજૂરી વગર કોઇની પાસે સરકારી સહાય અપાવાના નામે પૈસા ઉઘરાવવા તે પણ ગુનો છે. ભલે રકમ પરત આપી દીધા પણ આ રીતે ઉઘરાવે તે પણ ગુનો છે.
તમે આ મામલે મીડિયામાં જશો તો હું આત્મહત્યા કરી લઇશ તેવી ધમકી
જાણવા મળ્યા મુજબ દેવ એડ્વાઇઝર્સના સંચાલીકાએ તો ગ્રાહકોને એવી પણ ધમકી આપી હતી કે જો તમે આ મામલે મીડિયામાં જશો તો હું આત્મહત્યા કરી લઇશ અને તેવી ધમકી આપીને તેણે લોકોને છેતર્યા હતા. પોતે કૌભાંડ કરે, લોકો પાસેથી પૈસા પડાવે અને પાછી દાદાગીરી કરીને આત્મહત્યા પણ કરે તે ચલાવી લેવાય નહી. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરી ગુનો નોંધવા જરુરી છે.
સંચાલીકા કિન્નરીબેનના જ બેંક ખાતામાં પૈસા જમા
સંચાલક કિન્નરીબેને સરકારી સહાય અપાવાના નામે લોકો પાસેથી જે 4500 રુપિયા ઉઘરાવ્યા હતા તે રકમ તો તેમણે પોતાના બેંક ખાતામાં મેળવ્યા હતા અને આના પુરાવા રુપે તે ટ્રાંજેક્શનના સ્ક્રીન શોટ પણ વાયરલ થયેલા છે. લોકોને લોન અપાવાના નામે છેતરપીંડી કરતી આ મહિલાને કાયદો સમજાયો નથી કે સરકારે તમને જો મંજૂરી પણ આપી હોય તો પણ સરકારના બેંક ખાતામાં તમે પૈસા ભરાવી શકો છો નહી કે પોતાના અંગત બેંક ખાતામાં. સરકારી અધિકારીઓ બેજવાબદાર છે. કારણકે આવા ધુતારા એજન્ટો વડોદરા શહેર- જિલ્લામાં કેટલા ફરતા હશે તે તો રામ જાણે !!


Reporter: admin







