વડોદરા : ગોધરામાં સિગ્નલ ફળિયા પાસે ચાલુ ટ્રેનમાંથી મુસાફર નીચે પટકાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન નજીક આ ઘટના બનતા રેલવે પોલીસ દોડતી થઇ હતી અને મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગોધરામાં સિગ્નલ ફળિયા પાસે ઉત્તર ભારત તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેઠેલો મુસાફર અચાનક નીચે પટકાયો હતો. બનાવની જાણ રેલવે પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ પ્રકારની અકસ્માતની ઘટનાને લઇને ફરી એક વખત રેલ્વેમાં મુસાફરોની સલામતીને લઇને સવાલ ઉભા થયા છે.
Reporter: admin