કલ્પસૂત્ર, જન્મવાંચન અને રાત્રિ ભાવનાઓના કાર્યક્રમો
વડોદરામાં જૈનોના પર્વાધિરાજ પર્યુષણા પર્વનો દબદબાભેર પ્રારંભ થયો છે. લાલબાગ જૈન સંઘમાં વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ચાતુર્માસ બિરાજમાન છે.

આચાર્યએ જણાવ્યું કે પર્યુષણ મહાપર્વ એ આત્મશુદ્ધિનું પર્વ છે, જેમાં શ્રાવકો પાંચ કર્તવ્યો, અગિયાર વાર્ષિક કર્તવ્યો તેમજ તીર્થંકર ભગવંતોના જીવનચરિત્રનું સવિશેષ વાંચન કરે છે. પર્યુષણના અંતે સંવત્સરીના દિવસે “મિચ્છામી દુક્કડમ” પાઠવીને માફી માગવાની પરંપરા નિભવાશે.જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પર્યુષણ દરમ્યાન કલ્પસૂત્રનું વંચન, ભગવાન મહાવીરના જન્મવાંચન તથા ત્રિશલા માતાને આવેલ ચૌદ સ્વપ્નોની ઉંચી બોલીની પરંપરા રહેશે.

શ્રાવકો લાખો મણ ઘીની ઉછામણી બોલશે અને ભગવંતો સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળશે. શહેરના જૈન દેરાસરોમાં રોજ ભગવાનને અવનવી આંગી ધારણ કરાવવામાં આવશે, ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વી ભગવંતોના વ્યાખ્યાન યોજાશે અને શાંતિજીન ભક્તિમંડળ દ્વારા રાત્રિ ભાવના તથા આરતી-મંગલદીવો થશે.આ વર્ષે વડોદરામાં અનેક સંઘોમાં પર્યુષણ પર્વ ઉજવાઈ રહ્યો છે.







Reporter: admin







