થોડા દિવસ પહેલા રણવીર સિંહ અભિનીત ધુરંધર ફિલ્મના શૂટિંગ દરમ્યાન લેહમાં ટીમના અનેક સભ્યો અચાનક બીમાર પડી ગયા હતા, જેને કારણે તાત્કાલિક તબીબી સહાય લેવી પડી.

શરૂઆતમાં એવી અફવાઓ હતી કે સેટ પરના ખોરાકની નબળી ગુણવત્તા અથવા ખર્ચ બચાવવાના પ્રયાસોના કારણે આ થયું હોય શકે, પરંતુ સ્થાનિક પ્રશાસનએ હવે પુષ્ટિ કરી છે કે આ ઘટના લેહમાં થયેલા વ્યાપક ચિકન કન્ટેમિનેશનનો હિસ્સો હતી. ફિલ્મના પ્રોડક્શન દ્વારા આપવામાં આવેલ ખોરાક કે સુવિધાઓનો આ ઘટનાથી કોઈ સંબંધ નથી.એક સૂત્રએ જણાવ્યું, “આ સમયની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. અહીં કોઈ રીતે ખર્ચ ઘટાડવાની વાત જ નથી. લેહનું સ્થળ શૂટિંગ માટે ખૂબજ પડકારજનક છે. અહીં 300થી વધુ લોકોની ટીમ છે. આ એક સ્થાનિક કન્ટેમિનેશનની સમસ્યા હતી જેના કારણે આ બન્યું. દુઃખદ વાત એ છે કે આવી બેફામ અફવાઓ ફેલાઇ રહી છે.
”પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ ખાસને ખાસ આ પર વાત કરી કે વર્કર સેફટી હંમેશા પ્રથમ પ્રાથમિકતા રહી છે. “હેલ્થ, હાઈજીન અને ક્રૂ સેફટી હંમેશા ટોચની પ્રાથમિકતા રહી છે. હવે વધારે સાવચેતી લેવામાં આવી રહી છે અને સપ્લાયરોની પણ કડક તપાસ ચાલી રહી છે. યુનિટે કામ ફરી શરૂ કરી દીધું છે,” એવું સૂત્રએ ઉમેર્યું.ફિલ્મ હવે તેના શૂટિંગના છેલ્લા તબક્કામાં છે. આગળ પૂછતાં સૂત્રએ કહ્યું, “અમે અહીં થોડીક અઠવાડિયાની શૂટિંગ બાકી છે. અમે સપ્ટેમ્બરના મધ્ય સુધી શૂટ પૂરુ કરીને મુંબઈ પરત ફરશું.”જિયો સ્ટૂડિયો પ્રસ્તુત, B62 સ્ટૂડિયો પ્રોડક્શનની ફિલ્મ *ધુરંધર*ને આદિત્ય ધરે લખી, નિર્દેશિત અને નિર્મિત કરી છે. આ ફિલ્મના નિર્માતા જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધર છે. ફિલ્મ 5 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Reporter: admin







