News Portal...

Breaking News :

પારુલ ઝોન : કારેલીબાગ પારુલ યુનિ:ઓફિસ મહાકાય સ્ટ્રકચરને દૂર કરવાની કાયૅવાહી ટુક સમયમાં દુર કરવામાં આવશે: ઈનચાજૅ ટી.ડી.ઓ

2024-08-25 10:38:48
પારુલ ઝોન :  કારેલીબાગ પારુલ યુનિ:ઓફિસ મહાકાય સ્ટ્રકચરને દૂર કરવાની કાયૅવાહી ટુક સમયમાં દુર કરવામાં આવશે: ઈનચાજૅ ટી.ડી.ઓ


વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા પાસે આવેલી એક ઇમારત કે જેના ઉપર પારુલ યુનિવર્સીટી ઓફિસ એમ લખવામાં આવ્યું છે તે ઇમારતની બહારની તરફ માર્જિનની જગ્યામાં લોખંડનું મહાકાય સ્ટ્રક્ચર ઉભું કરી દેવામાં આવ્યું છે. 

પાલિકા દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી. ગેરકાયદેસર સ્ટ્રક્ચર  દૂર કરવા માટે મ્યુની. કમિશનર પાસે મંજૂરી માગવામાં આવી હતી જોકે તે મંજૂરી મળતા ટૂંક સમયમાં તેને દૂર કરવામાં આવશે.શહેરના કારેલીબાગ વિસ્તારમાં પારુલ ઝોન તરીકે પ્રખ્યાત ઇમારત ઉપર ગેરકાયદેસર રીતે લોખંડનું મહાકાય સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યું છે. આ અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ મહાનગરપાલિકા બાંધકામ પરવાનગી શાખા દ્વારા તેને નિયમ મુજબની નોટિસ પાઠવી આ સ્ટ્રક્ચર દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતુ. 


સદર ગેરકાયદેસર મહાકાય સ્ટ્રક્ચર સંદર્ભે ઈનચાજૅ ટી.ડી.ઓ. પરિમલ પટની  સાથે મોબાઈલ પર સંપકૅ કરતા જણાવેલ કે  મહાનગર પાલિકા વડોદરા ના બાંધકામ પરવાનગી શાખા  દ્વારા મહાકાય સ્ટ્રકચરને દૂર કરવાની નિયમ મુજબની નોટિસ આપવામાં આવેલ છે.સદર ગેરકાયદેસર બાંધકામ દુર કરવા મ્યુનિસિપલ કમિશનરની આખરી મંજુરી માટે કાયૅવાહી શરુ કરેલ છે.અને આખરી મંજૂરી મળી ગઈ છે. પારુલ ઝોનના મહાકાય સ્ટ્રકચરને અત્રેની શાખા દ્વારા દૂર કરવાની અંગેની કાયૅવાહી ટુક સમયમાં દુર કરવામાં આવશે..તેથી હવે સૌ બધાની મીટ આ ગેરકાયદેસર  સ્ટ્રકચર ક્યારે દુર કરે છે.તેના પર મીટ મંડાઈ છે..

Reporter: admin

Related Post