કોઈપણ શિક્ષિત અને રોજગાર વાંચ્છુક યુવાન કે યુવતી માટે યથોચીત રોજગારી એ શિક્ષણ પછીની પહેલી જરૂરિયાત છે.
પ્રત્યેક યુવાન અને યુવતીને રોજગારી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની પહેલી પ્રાથમિકતા રહેલી છે તેમ વડોદરા જિલ્લા યુવા મોરચાના ઉપક્રમે જિલ્લાના યુવાનો અને યુવતીઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા કોન્સ્ટેબલની ભરતી માટેની લેખિત પરીક્ષાની તૈયારી કરાવવા માટે આયોજિત કરાયેલા તાલીમ અને માર્ગદર્શન વર્કશોપનો પ્રારંભ કરાવતા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ આમ જણાવ્યું હતું. સ્કેલ એનહેન્સમેંટ એન્ડ ટ્રેનિંગ યુનિટ-SETU ના નેજા હેઠળ વડોદરા જિલ્લાના ભારતીય જનતા યુવા મોરચા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા પર ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે આ લેખિત પરીક્ષાની તૈયારી કરી રહેલા વડોદરા જિલ્લાના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે. આ હેતુસર યુવક અને યુવતીઓને જરૂરી તાલીમ આપવા અને માર્ગદર્શન આપવા માટે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તદ્દન નિશુલ્ક ધોરણે સુંદર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપ દરમિયાન યુવાનો અને યુવતીઓને ભરતી પ્રક્રિયાના તમામ તબક્કાઓનો ઉપરાંત તેને લગતી તકની કે બાબતોનું સચોટ માર્ગદર્શન મળી રહેશે. ઉપરાંત લેખિત પરીક્ષા માટે પણ જે તે વિષયના સબ્જેક્ટ એક્સપર્ટનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર હોઇ વધુમાં વધુ યુવાનો અને યુવતીઓ આ વર્કશોપનો લાભ લે તે હિતકર છે તેમ સાંસદે વધુમાં ઉમેર્યું હતું.
Reporter: admin