શહેરના જર્જરીત માંડવી ગેટની હાલત દિનપ્રતિદિન વધુ ખરાબ થઇ રહી છે. આજે પણ પિલરનો કેટલોક ભાગ છુટો પડ્યો હતો. બીજી તરફ કન્સલ્ટન્ટ સુમેશ મોદીએ આજે માંડવી ગેટની વિઝીટ કરીને સૂચનાઓ આપી હતી. પણ હજુ પણ પિલરના પ્રોટેક્શનનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

ખરેખર તો આ કામ યુદ્ધના ધોરણે ચાલુ થવું જોઇતું હતું કારણ કે રોજ પિલરના અમુક ભાગો તુટી રહ્યા છે અને તેથી આ મામલાને ગંભીરતાથી લઇને તત્કાળ પિલરનું પ્રોટેક્શન કરવું જરુરી છે. સુરતના કન્સલ્ટન્ટ સુમેશ મોદીની સલાહ મુજબ જ સવાણી એસોસિએટ્સ દ્વારા પિલરનું ગુણવત્તાવાળું કામ શરુ તો કરાયું છે પણ કામ એકદમ ધીમી ગતિએ ચાલે છે જેથી તેનો કોઇ મતલબ નથી. ઉલ્લેખનિય છે કે પૂજારી હરિઓમ વ્યાસના તપનો જ્યારે 134મો દિવસ હતો ત્યારે મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ કોન્ટ્રાક્ટર સવાણી એસોસિએટ્સના એન્જિનીયરો માંડવી ખાતે પહોંચ્યા હતા અને તુટેલા પિલરોને સ્ટ્રેન્થ આપવા રિસ્ટોરેશન કરતા પહેલા લોખંડની પ્લેટ લગાવાની પ્રક્રિયામાટે વિચારણા કરી હતી. કમિશનરે વિઝીટ કર્યા બાદ કહ્યું હતું કે પહેલા પિલરોનું સમારકામ કરાશે અને ત્યાર બાદ ટેન્ડર પ્રક્રિયા કરીને એક્સપર્ટ દ્વારા રિસ્ટોરેશન કરવામાં આવશે.
વિસર્જન સુધીમાં પ્રોટેક્શન નહી કરે તો મોટો અકસ્માત થઇ શકે છે.
હજુ પણ પિલરના પ્રોટેક્શનનું કામ ગતિએ ચાલી રહ્યું છે. ખરેખર તો આ કામ યુદ્ધના ધોરણે ચાલુ થવું જોઇતું હતું કારણ કે રોજ પિલરના અમુક ભાગો તુટી રહ્યા છે અને તેથી આ મામલાને ગંભીરતાથી લઇને તત્કાળ પિલરનું પ્રોટેક્શન કરવું જરુરી છે. યુદ્ધના ધોરણે કામ શરુ થવું જોઇએ. અત્યારે ત્રણ જ માણસો મુક્યા છે. જો વિસર્જન સુધીમાં પ્રોટેક્શન નહી કરે તો મોટો અકસ્માત થઇ શકે છે.

પિલરના બેઝનો મોટો ભાગ છૂટો થઈ પડી ગયો.
આજે મારા તપના 137 માં દિવસે ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરી પીલર નું સેફટી માટેનું કામ મહાનગરપાલિકા દ્વારા જે સવાની એસોસિએટને સોંપવામાં આવ્યું છે એ લોકો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે પિલરના બેઝનો મોટો ભાગ છૂટો થઈ પડી ગયો હતો. જેને લીધે ઘણો બધો ભાગ તૂટીને ધરાશાયી થયો ત્યાર પછી એ લોકોએ કામ રોકી રાખ્યું ને મહાનગરપાલિકામાં જે હેરિટેજ સેલ બનાવ્યો છે ત્યાંના કર્મચારીઓ માંડવી નીચે આવી ગયા અને એમણે તેનું નિરીક્ષણ કર્યું સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા જેમને માંડવી ના હેરિટેજ કન્સલ્ટન્ટ તરીકે નિમ્યા છે એવા સુમેશભાઈ મોદી પણ સુરત થી વડોદરા આવીને માંડવી નીચે આવ્યા હતો અને એનું નિરીક્ષણ કર્યું ત્યાર પછી ચર્ચા કરીને હવે કામ આગળ શરૂ કરશે. પિલરની પરિસ્થિતિ જોઈએ તો મહાનગરપાલિકાએ આનું કામ યુદ્ધના ધોરણે કરાવવું જોઈએ નહીં તો કોઈ મોટો અકસ્માત થવાની સંભાવના છે
હરિઓમ વ્યાસ, પૂજારી
ખોદ્યો ડુંગર, દેખાયો ઉંદર
હેરિટેજ એક્સપર્ટ સુમેશ મોદીની ટીમ સમક્ષ જ પીલરમાંથી મોટા કોળ(ઉંદર) ની અવરજવર થઈ. આર્કિરેક્ટને પણ નવું જાણવા મળ્યું. હવે કોળે બનાવેલા રસ્તા,ખોદેલી મીની ચેનલો શોધવી પડશે. એનું પુરાણ કરવું પડશે. સવાણી ગ્રુપ, કોળ શોધવાના, કોળ બહાર કાઢવાના, કોળનાં રસ્તા બંધ કરવાના, અલગ અલગ ચાર્જ પાલિકા પાસેથી લે તો નવાઈ નહીં.એવી શું મજબૂરી છે કે મોદી- સવાણીની જોડીને જ કામ આપવાની ફરજ પડે છે. સાત વર્ષ પહેલા પણ આજ જોડીએ, આજ દરવાજા અને અન્ય દરવાજા ઉપર કામકાજ કર્યું હતું.પાંચ- સાત વર્ષમાં જ ફરી પાછો કરોડોનો ખર્ચ કરવાની ફરજ પડશે !!


Reporter: admin







