વડોદરા : શહેરના વાસના રોડ વિસ્તારમાં આવેલી સંત કબીર સ્કૂલમાંથી એલસી ની માંગણી કરવા જતા કુલ સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેવી વાત વાલીઓને કરતા જ વાલીઓના હોશ ઉડી ગયા હતા

ત્યારે આજરોજ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી શાળા વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વાલીઓનું કેવું છે કે શાળા ના શિક્ષણ સમિતિની બાબતથી તેઓ સંતુષ્ટ નથી જેથી જ્યારે વાલીઓ દ્વારા એલસી ની માંગણી કરવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો દ્વારા બાકી ની ફી ભરશો તો જ એલસી મળશે તેમજ શાળાના સત્તા દેશોનું વાલીઓ સાથે વર્તન યોગ્ય ન હતું વધુ આક્ષેપ કરતાં વાલીઓએ જણાવ્યું હતું કે અમને પેપર જોવાના બહાને શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પેપર દેખાડવાના બદલે 2017-18 થી 2024-25 સુધીની બાકીની ફી નો લેટર હાથમાં પકડવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં સંત કબીર શાળાના વાલીઓ પોતાની વેદના લઈને આવી પહોંચ્યા હતા.નોંધનીય આ બાબત છે કે વાલીઓ દ્વારા શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ટ્યુશન ફી ભરી હોવા છતાં બાકી બતાવીને તે ભરવા શાળા સંચાલકો કેમ જણાવી રહ્યા છે જેની રજૂઆત લઈને આજરોજ તેઓ કારેલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવ્યા હતા જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓને આ સ્વસ્થ કર્યા હતા કે તેઓ સંપૂર્ણ આ મામલે તપાસ કરશે અને જો શાળા દ્વારા ગેરવર્તણુક અથવા એફઆરસી નિયમ નું ઉલંઘન કર્યું હશે તો તેમના ઉપર પગલા ભરશે.




Reporter: admin