વડોદરા : દોડકા ફ્રેન્ચવેલ પાસે લાઇનમાં ભંગાણ થતાં કમિશનર, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પાલિકા દ્વારા રવિવાર રાતથી સમારકામ શરૂ કરાયું છે જેથી મંગળવારે હળવા દબાણથી પાણી અપાશે. વડોદરા શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે.દોડકા ફ્રેંચવેલ પાસે પાણીની 955 મિમી વ્યાસની ફીડર લાઈનમાં ભંગાણ થયું હતું. ભંગાણ દુરસ્તી કરવાની કામગીરી રવિવારે રાતે 11 કલાકથી શરૂ કરાઈ છે. જેના પરિણામે 21 એપ્રિલે સવારે તથા સાંજના સમયે પાણી વિતરણ નથી થયું.

ભંગાણના સમારકામ બાદ 22 એપ્રિલે હળવા દબાણથી પાણી અપાશે.પાણીગેટ પાણીની ટાંકી, ગાજરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે પાણી વિતરણ ઓછા સમય તથા ઓછા દબાણથી કરવામાં આવશે.ભંગાણ થયેલ પાણીની લાઇનનું ચાલી રિપેરિંગની કામગીરીની મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.


Reporter: admin