વડોદરા: વાઘોડિયા-ડભોઈ રિંગરોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલની એક દીવાલ ગત જુલાઈ મહિનામાં ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે આ સ્કૂલને સીલ કરવામાં આવી હતી.
સ્કૂલ સંચાલકોએ સ્કૂલમાં ભણતા 1800 જેટલા વિદ્યાર્થીઓને પોતાના જ ટ્રસ્ટની અન્ય એક સ્કૂલમાં ભણવા માટે ખસેડયા છે. જોકે હવે વાલીઓની ધીરજ ખૂટી છે અને વાલીઓ માગ કરી રહ્યા છે કે, બાળકોને અલગથી શિક્ષણ આપવામાં આવે. આજે વાલીઓએ સ્કૂલ ખાતે ભારે હોબાળો મચાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.વાલીઓનું કહેવું હતું કે, અમે સ્કૂલના ટ્રસ્ટીઓને ચાર થી પાંચ વખત રજૂઆત કરી છે.
જોકે દર વખતે તેમણે અમને ગોળ ગોળ જવાબો આપ્યા છે. અન્ય સ્કૂલમાં અમારા બાળકો ભણે છે પરંતુ તેમને ત્યાં જોઈએ તેવી સુવિધાઓ મળતી નથી. અમને તો એવું પણ ખબર પડી છે કે, સ્કૂલના ટ્રસ્ટીઓ વચ્ચે આંતરિક મતભેદો હોવાથી નિર્ણય લેવાતો નથી અને તેના કારણે વાલીઓને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે અમે ડીઈઓથી માંડીને મુખ્યમત્રી સુધી પણ રજૂઆત કરી છે.
Reporter: admin