વડોદરા : શહેરમાં દુકાનદારોના ગેરકાયદે દબાણો માથાના દુખાવા રૂપ બન્યા છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ જાહેર થતી નથી.
ગેરકાયદે દબાણો દૂર થયાની ગણતરીની મિનિટોમાં જ ટીમ જતાંની સાથે જ ફરીવાર યથા સ્થાને દબાણો જેમના તેમ થઈ જાય છે. ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સવારથી જ મંગળ બજારના દબાણ ઉપર સપાટો બોલાવ્યો છે.દુકાનોના લટકણીયા લારી ગલ્લા પથારા હટાવીને દબાણની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે.
જ્યાંથી લહેરીપુરા, માંડવી, સંવેદનશીલ ફતેપુરા ચાંપાનેર દરવાજા સહિત આસપાસના વિસ્તારના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા પથારા સહિત કાચા બનાવવામાં આવેલા શેડ સહિત રોડ રસ્તા પરના મોટર ગેરેજ તથા અન્ય ગેરકાયદે દબાણ ઉપર દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો હતો. પાલિકાની આ કાર્યવાહી દરમિયાન સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાં ઠેક ઠેકાણે ટોળા ઉમટી પડતા બંદોબસ્ત તૈનાત પોલીસ કાફલાએ ટોળાને વિખેરી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
Reporter: admin