ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા સાથે સ્ટેજ પર દેખાયો ખાલિસ્તાની આતંકી પન્નુ?
વોશિંગટન : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે સોમવારે રાત્રે ભારતીય સમય અનુસાર 10:30 કલાકે યુએસ સંસદ કેપિટોલ હિલ ખાતે પદના શપથ લીધા હતા. ટ્રમ્પના શપથ ગ્રહણમાં દેશ અને દુનિયાના ઘણા મહેમાનો અને નેતાઓએ પણ હાજરી આપી હતી. તેમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પણ જોવા મળ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમયે પન્નુ ત્યાં હતો અને ખાલિસ્તાની ઝિંદાબાદના નારા લગાવી રહ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા સાથે સ્ટેજ પર હાજર છે. તેના સ્ટેજ પાસે ખાલિસ્તાની આતંકવાદી દેખાય છે. વીડિયોમાં જનતા યુએસએ, યુએસએના નારા લગાવી રહી છે, ત્યારબાદ પન્નુ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા લાગે છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમયે પન્નુ ત્યાં હતો અને ખાલિસ્તાની ઝિંદાબાદના નારા લગાવી રહ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
પન્નુએ દાવો કર્યો છે કે તેને ટ્રમ્પ જૂથ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પન્નુએ તેના સંપર્ક દ્વારા ટિકિટ ખરીદી હતી અને પછી શપથ સમારોહમાં પહોંચ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા સાથે સ્ટેજ પર હાજર છે. તેના સ્ટેજ પાસે ખાલિસ્તાની આતંકવાદી દેખાય છે. વીડિયોમાં જનતા યુએસએ, યુએસએના નારા લગાવી રહી છે, ત્યારબાદ પન્નુ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતો વાયરલ vdoમાં જોવા મળ્યો હતો.
Reporter: admin