News Portal...

Breaking News :

ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા ઘરે ફાંસો ખાઈ આપઘાત

2025-01-22 13:09:08
ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા ઘરે ફાંસો ખાઈ આપઘાત


સુરત : ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતાં શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કરાણે વિદ્યાર્થિનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, ગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપો પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક વિદ્યાર્થિનીના ક્લાસના વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવતા પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો હતો. આ વાતને પરિવાર દ્વારા છૂપાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
મૃતક વિદ્યાર્થિની ધોરણ 8માં અભ્યાસ કરતી હતી મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં સ્થાયી થયેલાં રાજુ ખટીક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની સહિત બે દીકરી અને એક દીકરો છે. જે પૈકી મોટી દીકરી ભાવના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. ગત રોજ સાંજે દીકરીએ ઘરે પરત આવ્યા બાદ રડવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ઘરમાં જ કરિયાણાની દુકાનનું સંચાલન કરતી ભાવનાની માતાએ તેને ઘરના ઉપરના રૂમમાં કામ અર્થે મોકલી હતી.



દીકરીનો લટકતી જોઇ પગ તળેથી જમીન સરકી ગઈ ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ગયા બાદ ભાવનાએ દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તો બીજી તરફ ઘણો સમય થઇ ગયા બાદ પણ ભાવના નીચે નહીં આવતા તેની માતા ઉપરના રૂમમાં પહોંચી હતી અને દરવાજો ખખડાવ્યો છતાં ખોલતા નહીં તેમને કંઈક અજુગતું થયું હોવાનો આભાસ થયો હતો. અને દરવાજો ખોલ્યા બાદ ભાવનાનો મૃતદેહ લટકતો જોતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
દીકરીને વર્ગ ખંડ બહાર ઉભી રાખવાની સજા ફટકારી હતી. પિતા રાજુ ખટીક દ્વારા પુત્રીની સત્ર ફી ન ભરી હોવાના કારણે શાળાના સંચાલકો દ્વારા છેલ્લા બે દિવસથી ભાવનાને વર્ગ ખંડની બહાર ઉભી રાખવાની સજા ફટકારવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું. જેને પગલે રાજુ ખટીક શાળામાં ફોન કરીને આવતા મહિને ફી ભરવા માટે જણાવ્યું હતું. જોકે, બીજા દિવસે પણ શાળાના સંચાલકોએ ફી ન ભરી હોવાને કારણે ભાવનાને ક્લાસ બહાર જ ઉભી રાખવાની સજા ફટકારવામાં આવી હોવાથી ભાવનાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.



દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતાં શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કરાણે વિદ્યાર્થિનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, ગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપો પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક વિદ્યાર્થિનીના ક્લાસના વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવતા પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો હતો. આ વાતને પરિવાર દ્વારા છૂપાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

Reporter: admin

Related Post