વડોદરા શહેરના જાગૃત નાગરીકો વિકાસ હરિશભાઇ માછી અને નિલેશ રાજુભાઇ તિવારી નાઓ કિશનવાડી મહાકાળી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક નાનુ બાળક આશરે ૫ વર્ષનુ રડતુ મળી આવેલ.
જે બાળક ઘરેથી ગુમ થઈ ગયેલ હોવાનુ જણાતા તાત્કાલીક વિકાસ હરિશભાઇ માછી અને નિલેશ રાજુભાઇ તિવારી આ મળી આવેલ બાળકને લઈ પાણીગેટ પોલીસ સ્ટેશન આવેલ અને બાળક ઘર ભુલી ગયેલ અને ગુમ થયેલ હોવાનુ જાણવા મળેલ વડોદરા શહેરના મે.પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર તથા સયુંક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા તથા અધિક પોલીસ કમિશ્નર ડો.લીના પાટીલ સાહેબ ઝોન-૦૩ તથા મ.પો.કમિ. શ જી.ડી.પલસાણા "ઈ” ડીવીઝન નાઓ તરફથી બાળકના વાલી વારસને તાત્કાલીક શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન મળેલ.
બાળકના વાલી-વારસને શોધવાની ગંભીરતા સમજી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી પાણીગેટ પોલીસ સ્ટેશન નાઓએ શી-ટીમ તથા ઈન્વે ટીમ તથા લો & ઓર્ડર ની ટીમો બનાવી અને બાળક સાથે વાતચીત કરતા તે હિંન્દી ભાષામાં સમજી શકતુ હોય જેથી તેને સાંતવના આપી બાળકનુ નામ પુછતા તેને તેની ભાષામાં તેનુ નામ "અનુભવ" જણાવતો હોય તેની માતાનુ નામ કવિતા જણાવતો હોય જેથી બાળકનો ફોટો સાથે રાખી બાળકના વાલી વારસને શોધવા માટે આજુબાજુના વિસ્તારમાં સઘન તપાસ કરતા બાળકના માતા-પિતાને શોધવામાં સફળતા મળતા બાળકને તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવતી પાણીગેટ પોલીસ ટીમ.
Reporter: News Plus