News Portal...

Breaking News :

એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા રાતભર ગોળીબાર કર્યો

2025-04-25 10:27:59
એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા રાતભર ગોળીબાર કર્યો


જમ્મુ : પહલગામ આતંકી હુમલાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા રાતભર ગોળીબાર કરાયાનો મામલો સામે આવ્યો છે. જેની સામે ભારતીય સૈન્યએ પણ જડબાતોડ જવાબ આપ્યો હોવાની જાણકારી મળી રહી છે. 



આ ફાયરિંગ એલઓસી પર પાકિસ્તાની સૈન્ય તરફથી અનેક ભારતીય ચોકીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યું હતું. જોકે આ હુમલામાં ભારતને કોઈ નુકસાન થયાની માહિતી સામે આવી નથી. એક અધિકારીએ આ મામલે જણાવ્યું કે પાકિસ્તાની સૈન્યને નાના હથિયારો વડે સરહદે હુમલા કર્યા હતા. હાલમાં આ મામલે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

Reporter: admin

Related Post