News Portal...

Breaking News :

લેબેનોન અને સીરિયામાં પેજર સીરિયલ બ્લાસ્ટ બાદ વાયરલેસ ડિવાઇસ બ્લાસ્ટ

2024-09-18 21:25:26
લેબેનોન અને સીરિયામાં પેજર સીરિયલ બ્લાસ્ટ બાદ વાયરલેસ ડિવાઇસ બ્લાસ્ટ





લેબેનોન :  પેજર સીરિયલ બ્લાસ્ટ બાદ બુધવારે વાયરલેસ ડિવાઇસ બ્લાસ્ટ થયા છે. મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ જેવા ડિવાઇસમાં અચાનક બ્લાસ્ટ થયા છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે.  ગઈકાલે લેબેનોન અને સીરિયાના કેટલાક વિસ્તારમાં તબક્કાવાર પેજર બ્લાસ્ટ થયા હતા. જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારે હવે પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહના ગઢ બેરૂતમાં વોકી ટોકીઝ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ અંગે સમાચાર એજન્સીએ માહિતી આપી છે. જણાવી દઈએ કે, બુધવારે બ્લાસ્ટ થયેલા તમામ ડિવાઇસ 5 મહિના પહેલાં ખરીદાયા હતા. 


આ વાયરલેસ રેડિયો સેટ હિઝબુલ્લાહના જવાનો દ્વારા ઉપયોગ કરાઈ રહ્યા હતા. દેશના દક્ષિણ ભાગ અને રાજધાની બરૂતના દક્ષિણી પેટાનગરોમાં આ કોમ્યુનિકેશન સેટ બ્લાસ્ટ થયા છે. એક બ્લાસ્ટ તે જગ્યાએ પણ થયો, જ્યાં હિઝબુલ્લાહ દ્વારા પેજર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા હતા.


...

Reporter: admin

Related Post