News Portal...

Breaking News :

નવરચના યુનિવર્સિટી દ્વારા ઝોન -2 માટે COA એવોર્ડનું આયોજન

2024-09-18 17:55:42
નવરચના યુનિવર્સિટી દ્વારા ઝોન -2 માટે COA એવોર્ડનું આયોજન


વડોદરાઃ વડોદરાની પ્રીમિયર મલ્ટિ ડિસિપ્લિનરી ખાનગી યુનિવર્સિટી નવરચના યુનિવર્સિટીની ધ સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર (SEDA), 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન ઝોન-2 માટે પ્રતિષ્ઠિત કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (COA) એવોર્ડનું આયોજન કરવા તૈયાર છે. 


યુનિવર્સિટીના ભાયલી કેમ્પસમાં યોજાનાર ઇવેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોની આર્કિટેક્ચરલ સ્કૂલોની અસાધારણ પ્રતિભાને રજૂ કરવામાં આવશે.આર્કિટેક્ચરની 75 શાળાઓમાંથી 100થી વધુ એન્ટ્રી દર્શાવતા COA એવોર્ડસને 'કેપસ્ટોન' અથવા થીસીસ પ્રોજેક્ટ્સ, અને આર્કિટેક્ચરલ કામોનું 'ડોક્યુમેન્ટેશન' એમ બે કેટેગરીમાં એનાયત કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી પ્રતિષ્ઠિત જ્યુરીની પેનલ યોગ્યતા અને ચોકસાઇના ધોરણોને આધારે સબમિશનનું મૂલ્યાંકન કરશે. 20 સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહ દરમિયાન વિજેતાઓ સાથે ઉજવણી કરવામાં આવશે.COA એવોર્ડમાં ગુજરાત, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રા, તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી એન્ટ્રી આવી છે. અન્ય આર્કિટેક્ચર શાળાઓના લગભગ 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણવિદો અને પ્રોફેશનલ્સ પણ આ ઇવેન્ટમાં હાજરી આપશે. 


કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (COA)ના પ્રેસિડેન્ટ અભય પુરોહિત પણ 20 સપ્ટેમ્બરના રોજ નવરચના યુનિવર્સિટી ખાતે સમાપન સમારોહમાં હાજરી આપશે અને વિજેતાઓની જાહેરાત કરશે.નવરચના યુનિવર્સિટીના ડીન અને પ્રોવોસ્ટ પ્રત્યુષ શંકરે જણાવ્યું હતું કે, ‘COA એવોર્ડનું આયોજન કરવું અને આર્કિટેક્ચરમાં કારકિર્દી બનાવી રહેલા વિદ્યાર્થીઓની તેજસ્વીતા અને સર્જનાત્મકતાને ઓળખવી, તે અમારું સૌભાગ્ય છે. વિદ્યાર્થીઓ માટે અન્ય સંસ્થાઓ અને રાજ્યોમાં તેમના સમકક્ષો પાસેથી શીખવાની આ એક ઉત્તમ તક છે.”નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, "નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર (SEDA) હવે અભ્યાસના સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાં રાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. અમને દેશભરના વિદ્યાર્થીઓને આવકારવાની આ તક મળી છે અને આશા રાખીએ છીએ કે તેમના પ્રોજેક્ટ્સ અને તેમના આઇડિયા અમને વધુ સારા શહેરો બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં મદદ કરશે.

Reporter: admin

Related Post