વડોદરા : શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી પદ્મા બેન 30 વર્ષ નોકરી કરી નિવૃત થયા છે . છેલ્લા 11-12 વર્ષ થયા બાદ પણ તેમણે પેન્શન નહીં મળતા તેઓ આજે રસ્તા પર ભીખ માંગવા મજબૂર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે આજે 570 કર્મચારીઓ પણ લાચારી ભર્યું જીવન વિતાવી રહ્યા છે. પેન્શન ને લઈ ને કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. ત્યારે આ નિવૃત કર્મચારીઓ છેલ્લા ત્રીસ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે પણ 570 કર્મચારીઓ વિવિધ માંગ ને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર છે. થોડા દિવસો પહેલા જ કર્મચારીઓ એ કાળા વસ્ત્રો ધારણ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રો પોકારી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.


Reporter: admin







