સાવલી નગરમાં દશામાની મૂર્તિઓ લેવા માટે ભક્તોને ભીડ જામી આવતી કાલથી દશામાના વ્રત ચાલુ થવાના હોય ત્યારે ભક્તો દ્વારા માતાજીને વાજતે ગાજતે લઈ જઈ આવતીકાલે સ્થાપના કરાશે.

બજારોમાં શ્રીફળ ચુંદડી હાર જેવા પૂજાપાઓ મોટી માત્રામાં વેપારીઓ દ્વારા વેચવામાં આવી રહ્યા છે.સાવલીમાં પરબડી બજાર પાસે પ્રસાદ પૂજાપો શણગાર લેવા માટે ભક્તો મોટી માત્રામાં ઉમટ્યા.દસ દિવસ ઉપવાસ અને પૂજા અર્ચના કર્યા બાદ દસમા દિવસે આખી રાત જાગી સવારે માતાજીની મૂર્તિનું વિસર્જન નદી કાંઠે કરવામાં આવશે.દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષ કરતા આ વર્ષે દશામાની મૂર્તિ લેવા માટે વધુ ભક્તો આવી રહ્યા છે.


Reporter:







