સાવલી થી ઉદલ પુર રોડ અજબ પુરા મીઠા પુરા બસ્ટેન્ડ પાસે બસ સ્ટેન્ડ તૂટેલું અવસ્થામાં

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો આજ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે. સાવલી જતી બસો માટેનું પિકપ સ્ટેન્ડ છે અહીં. અજબ પુરા પાસે આવેલ બસનું પીકપ સ્ટેન્ડ નો એક બાજુ નો ભાગ સંપૂર્ણ રીતે તૂટી ગયેલ હોવાથી અકસ્માતનો ભય રહેલો છે.અજબપુરા મીઠા પુરાનું મુખ્ય બસ સ્ટેન્ડ ખખડ ધજ હાલતમાં જોવા મળી રહ્યું છે. ઘણા સમય થી તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર નિંદ્રાધીન હોઈ તેમ સ્થાનિક લોકોનું કેહવું છે.અકસ્માતે કદાચ કોઈ નિર્દોષ રાહ દારી કે વ્યક્તિ સાથે દુર્ઘટના ઘટે તો જવાબ દાર કોણ??

ગંભીરા બ્રિજ હોનારત બાદ પણ હજી તંત્રનાં પેટ નું પાણી હાલતું નથી અજબ પુરા પાડે આવેલ બસ નું પીકપ સ્ટેન્ડનો એક બાજુ નો પીલ્લર પડી જતાં તાત્કાલિક કોઈ દુર્ઘટના નાં ઘટે તે ને લઇ ને નવું બનાવી આપવા સ્થાનિકોની માગ

Reporter: admin







