News Portal...

Breaking News :

સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન સંપાદકનો સારાંશ

2025-09-30 11:30:23
સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન સંપાદકનો સારાંશ


* ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતે અદાણી વિદ્યામંદિર- અમદાવાદના વિદ્યાર્થીઓને સફળતાના સાચા માર્ગ તરીકે સખત મહેનત, શિસ્ત અને દુર્ગુણોથી મુક્તિ મેળવવા હાકલ કરી.
* તેમણે એવા મહાનુભાવોની જીવનયાત્રા પર પ્રકાશ પાડ્યો જેઓ દૃઢ નિશ્ચય અને ચારિત્ર્ય દ્વારા પ્રતિકૂળતાઓનો સામનો કરી સફળતાના શિખરે પહોંચ્યા.
* રાજ્યપાલે વિદ્યાર્થીઓને જવાબદારીપૂર્વક જીવવા પ્રોત્સાહિત કર્યા, જેમાં સ્વસ્થ આહાર, પ્રમાણિકતા અને શંકા, શરમ અથવા ભય લાવતા વિકલ્પો ટાળવાની સલાહ આપી.


અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2025: અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર (AVM) પરિસર ખાતે આજે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યુ. તેમણે વિદ્યાર્થીઓમાં ધૈર્ય, મૂલ્યો અને આશાવાદનો સંદેશ વહેતો મૂક્યો. અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી અને ટ્રસ્ટી શિલિન અદાણી દ્વારા મહામહિમનું સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર અને પરંપરાગત સમારોહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.રાજ્યપાલે એક ભાવનાત્મક સંબોધનમાં ભૂલકાઓને કહ્યું કે "જે બાળકો નાનપણથી જ સખત મહેનત કરે છે, દુર્ગુણોથી મુક્ત રહે છે અને આગળ વધવાનું નક્કી કરે છે તેમને દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી. આવા બાળકો માટે હંમેશા નવા દરવાજાઓ ખુલે છે."તેમણે વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું કે પડકારજનક પૃષ્ઠભૂમિમાંથી આવવું એ લોકો માટે ક્યારેય અવરોધ નથી જે પ્રયત્ન અને પ્રામાણિકતા પસંદ કરે છે. તેમણે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ડૉ. એપીજે અબ્દુલ કલામ જેવા મહાન નેતાઓની જીવન યાત્રાઓને એવા વ્યક્તિઓના શક્તિશાળી ઉદાહરણો તરીકે ટાંકીને કહ્યું કે જેમણે મુશ્કેલીઓને મહાત કરી વિશ્વ પર પોતાની છાપ છોડી.રાજ્યપાલે બાળકોને સાદગી અને જવાબદારી સાથે જીવવા હાંકલ કરી. તેમણે તેમને સ્વસ્થ આહાર, પ્રમાણિકતા અને શંકા, શરમ કે ભય લાવતી પ્રવૃત્તિઓ ટાળવા પ્રોત્સાહિત કર્યા.AVMના મફત, મૂલ્યો-આધારિત શિક્ષણના અનોખા મોડેલની પ્રશંસા કરતા આચાર્ય દેવવ્રતે અદાણી ફાઉન્ડેશનની પ્રશંસા કરી કે તેઓ ગરીબ બાળકોને IIT અને IIM થી લઈને AIIMs સુધી ભારતની ટોચની સંસ્થાઓ સુધી પહોંચવા માટે સશક્ત બનાવે છે.


રાજ્યપાલની મુલાકાત આ AVMA ની ચેન્જમેકર શ્રેણીનો એક ભાગ હતી, જે નિયમિતપણે એવા મહાનુભાવોને આમંત્રિત કરે જેનાથી વિદ્યાર્થીઓને જીવનમાં નવી પ્રેરણા મળે છે. તાજેતરના વર્ષોમાં શાળામાં નિશ્ચલ નારાયણ (ગણિત પ્રતિભા, ભારતના સૌથી નાના C.A., જૂન 2024), જોન અબ્રાહમ (અભિનેતા, નિર્માતા અને સામાજિક કાર્યકર, એપ્રિલ 2024), નિલેશ દેસાઈ (નિર્દેશક - SAC/ISRO, જુલાઈ 2023), સિન્થિયા મેકકેફ્રી (કન્ટ્રી હેડ, યુનિસેફ, જુલાઈ 2023) અને સફીન હસન (ભારતના સૌથી નાના IPS અધિકારી, ડિસેમ્બર 2022)જેવી પ્રતિભાઓએ બાળકોને માર્ગદર્શન કર્યું છે.2008 માં સ્થાપિત AVM જરૂરિયાતમંદ બાળકોને સર્વાંગી શિક્ષણ પુરુ પાડે છે. જેમાં ટ્યુશન, પુસ્તકો, ગણવેશ, ભોજન અને અભ્યાસેતર તકોનો સમાવેશ થાય છે. તે આશાનું કિરણ બનીને શૈક્ષણિક શ્રેષ્ઠતાને નૈતિકતા, શિસ્ત અને સામાજિક જવાબદારી સાથે સંરેખિત કરે છે. અદાણી ફાઉન્ડેશન આવી 4 અદાણી વિદ્યામંદિર શાળાઓ ચલાવે છે. ગુજરાતના અમદાવાદ અને ભદ્રેશ્વર, આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ અને છત્તીસગઢના સુરગુજાનો તેમાં સમાવેશ થાય છે.રાજ્યપાલના પ્રેરણાદાયી પ્રવચને AVM સમુદાયને ઊંડી પ્રેરણા આપતા એ વાત મજબૂત બનાવી કે મૂલ્યોમાં રહેલા શિક્ષણથી એવા નેતાઓ બને છે જે રાષ્ટ્રના ભવિષ્યને ઉજ્વળ બનાવી શકે છે.

Reporter: admin

Related Post