બાંધકામ પરવાનગીમા ટી.ડી.ઓ, ડે.ટી.ડી.ઓ, બાંધકામ તપાસનીસ દ્વારા નોટિસને ભ્રષ્ટાચારનું સાધન બનાવ્યું.

શહેરમા પહેલા ગેરકાયદેસર બાંધકામ કરો પછી બાંધકામ પરવાનગીમાં રૂપિયા ફેંકો અને ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા ફાઈલ મંજૂર કરાવો ,cgdcr ની ઐસી તૈસી...
બાંધકામ પરવાનગી શાખા વડોદરા મહાનગર પાલિકાના બાંધકામ તપાસનીસ ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ,ને ફરજના ભાગ રૂપે કામની જવાબદારી સોપવામા આવે છે.અને એ ફરજ કર્મચારીઓ અધિકારીઓને પ઼માણીક અને નિષ્ઠાપૂર્વક બજાવવાની હોય છે. પરંતુ બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ અધિકારીઓએ તો પ્રમાણીકતા અને નિષ્ઠાને નેવે મુકી અને ભરપૂર ભ્રષ્ટાચારને વેગવંતો અપનાવેલ છે.અને નાગરિકો પુષ્કળ ફરીયાદો કરે છે. પરંતુ બાંધકામ પરવાનગી શાખાનાં ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓને અધિકારીઓ અને પદાધિકારીઓનો સાથ હોય પછી નાગરિકોની ફરીયાદો ને કોણ સાંભળે? એટલે જ તો વાઘોડીયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે ટીપી સ્કીમ નંબર ૪ ના અંતિમખંડ નંબર ૩૬૭ માં આવેલ સબાબ સોસાયટીના પ્લોટમાં માલેતુજાર ગણદેવીકર જવેલર્સ ના માલિકો દ્વારા બાંધકામ પરવાનગી શાખા માંથી મેળવેલ રજાચિઠ્ઠી વિરુદ્ધના વધારાના બે માળનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. ઉપરાંત સદર પ્લોટમાં પરવાનગી વિરુદ્ધ માર્જિનમાં અને પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. તેથી બાંધકામ પરવાનગી શાખાના બાંધકામ તપાસનીશ દ્વારા ફક્ત આપવા ખાતર બાં.પ. જા. નં. ૨૧૮ વર્ષ ૨૫/૨૬ તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ જી.પી.એમ.સી. એક્ટ ની કલમ નં ૨૬૭ મુજબનું મનાય હુકમ આપવામાં આવેલ સદર મનાય હુકમ તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ આપેલ પરંતુ બાંધકામ પરવાનગી શાખાના સદર વોર્ડમા ફરજ બજાવતા અને દેખરેખ રાખતા બાંધકામ તપાસની, ડેપ્યુટી ટીડીઓ, ટીડીઓએ તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ મનાઈ હુકમ આપેલ બાદ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી.અને જે માર્જિન અને પાર્કિંગમાં રજાચિઠ્ઠી વિરુદ્ધનું અને ગેરકાયદેસર બે માળનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. તે દૂર કરવા માટે કોઈપણ જાતની ૨૬૦/૧ ની કે ૨૬૦/૨ ની નોટિસ આપવામાં આવેલ નથી. કેમકે સદર ફાઈલ ટી.ડી.ઓ ના ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા મંજૂરી મેળવેલ હોય તેથી ફક્ત આપવા ખાતર નોટિસ આપી અને સમય પસાર કરી અને સમજૌતા અને ભરપૂર ભ્રષ્ટાચાર કરી તમામ સર્ટીફીકેટ આપવાની પેરવીમા હોય તેવુ લાગી રહ્યુ છે. દૈનિક સમાચાર પત્ર ગુજરાતની અસ્મિતાએ સદર ભ્રષ્ટાચારને ઉજાગર કરેલ એટલે ટી.ડી.ઓ પરીમલ પટણીએ જણાવેલ કે વધારાના ગેરકાયદેસર બે માળનુ બાંધકામ કરેલ છે.તેની મંજૂરી અંગેની ફાઈલ ઈન્વર્ડ કરાવેલ છે. માર્જીનનું ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવામાં આવશે. પરંતુ cgdcr ના નિયમ મુજબ માર્જીન, પાર્કિગ મંજૂરીને પાત્ર છે. કે કેમ પછી એમા પણ સમજૌતા કરીને
વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલનું રજાચિઠી વિરુદ્ધ નુ બાંધકામ...
મોજે ગોત્રી રે.સ.નંબર ૪૪૮ ટી.પી. ૧૦ અંતિમ ખંડ નં ૪૯ મા આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ ધણા વર્ષથી બિલ્ડીંગ યુઝ પરમીશન વગર ગેરકાયદેસર વાપર ઉપયોગ ચાલુ છે. વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલની બાંધકામ પરવાનગી મેળવેલ છે. પરંતુ સ્થળે આપેલ રજાચિઠી વિરુદ્ધ નુ બાંધકામ કરેલ છે. વાપર ઉપયોગ નુ ઓક્યુપેશન સર્ટિફિકેટ (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ મેળવવામા આવેલ નથી.અને ગેરકાયદેસર સ્કુલ નો વાપર ઉપયોગ શરુ કરેલ છે.સ્કુલનો ઓક્યુપેશન સર્ટિફિકેટ બિલ્ડીંગ યુઝ લીધા વિના ગેરકાયદેસર વાપર ઉપયોગ કરવો એ ટાઉન ડેવલપમેન્ટ ના cgdcr વિરુદ્ધ અને કાયદાકીય ગેરકાયદેસર છે. છતા ગોત્રીમા આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કુલ ગેરકાયદેસર રીતે ચાલુ છે. ટી.ડી.ઓ પરીમલ પટણીને જાણમા હોવા છતા ગેરકાયદેસર રીતે સ્કુલ ચાલુ હોય ઘણા બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. અને તક્ષશિલા સુરત જેવી દુર્ધટના બને તો જવાબદાર કોણ ટી.ડી.ઓ પરીમલ પટણી,કે પછી વડોદરા શહેરના શિક્ષણ વિભાગ ના અધિકારી, મહાનગર પાલિકાના બાહોશ કહેવાતા મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનર, બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા અને ગંગાજળ ની કાર્યવાહી સામે કેમ નત મસ્તક છે.એ પણ એક પશ્ર્ન છે.

વિક્રમા -૨ મા ટી.ડી.ઓએ ચોક્કસ આર્કિટેક દ્વારા ઇમ્પેક્ટ ની ફાઈલ ફરી ઈન્વર્ડ કરાવી...
પશ્ર્ચિમ વિસ્તાર તાંદળજા ટી.પી. ૨૩ મા નિવૃત્ત પોલિસ અધિકારીના પુત્ર દ્વારા ટી.ડી.ઓ ના ચોક્કસ આર્કીટેક દ્વારા ૮ રહેણાંક એપારમેન્ટની વિકાસ પરવાનગીઓ આપવામા આવેલ પરંતુ પોલીસ અધિકારીના પુત્ર દ્વારા આપેલ રજાચિઠીઓ વિરુદ્ધનુ સ્થળ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોવા છતા અને તમામ એપારમેન્ટ ઉપર પેન્ટહાઉસનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ હોવા છતા મોટો ભ્રષ્ટાચાર કરી કમ્પ્લીસન સર્ટિફિકેટ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપેલ છે. તમામ એપારમેન્ટમા આપેલ રજાચિઠીઓ વિરુદ્ધનુ બાંધકામ કરેલ હોવા છતા ફક્ત પેન્ટહાઉસની ઇમ્પેક્ટ ની ફાઈલો મંજૂર કરેલ છે.સદર ઇમ્પેક્ટની ફાઇલમા ફાયર વિભાગ નુ N.O.C. તેમજ એપારમેન્ટ ના ફ્લેટ માલિકોનુ N.O.C. રજુ કરેલ નથી. .અને મોટો ભ્રષ્ટાચાર કરી ટી.ડી.ઓ દ્વારા ઇમ્પેક્ટ ની ફાઈલો ગેરકાયદેસર મંજૂર કરેલ છે. વિક્રમા-૨ ના તમામ ટાવરોમા ગેરકાયદેસર બાંધકામ બાબતે દૈનિક સમાચાર પત્ર ગુજરાતની અસ્મિતાએ ઉજાગર કરેલ ત્યારે ટી.ડી.ઓ પરીમલ પટણીએ તા : ૧૪-૫-૨૫ ના રોજ ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ નોટિસ આપવામા આવેલ હતી. પરંતુ સદર નોટિસ ફક્ત આપવા ખાતર જ આપવામા આવેલ હોય તે સ્પષ્ટ દેખાય છે.કેમ કે નોટિસ આપેલ તેને પણ ૫ મહીના ઉપર સમય થયેલ હોવા છતા કોઈ કાર્યવાહી કરેલ નથી. પરંતુ વિક્રમા -૨ મા કરેલ ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ ટી.ડી.ઓ પરીમલ પટણીએ તેમના ચોક્કસ આર્કિટેક દ્વારા વિક્રમા-૨ ની ઇમ્પેક્ટની ફાઈલ ફરી ઈન્વર્ડ કરાવેલ છે.
નારાયણ વાડી રેસ્ટોરન્ટના માલિકે રોડના માર્જિનમાં ગેરકાયદેસર બાંધકામ...
પશ્ર્ચિમ વિસ્તારમાં અટલાદરા પાદરા રોડ પર આવેલ નારાયણવાડી નામની રેસ્ટોરન્ટ વાળા માલિક દ્વારા રોડ માર્જિનવાળા ભાગમાં ગેરકાયદેસર બાંધકામ અને શેડબાંધી અને ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ કરી રહ્યા છે. નારણવાડી પાસે ૩ રસતાનુ જંક્શન અને ફાટક હોવાથી સદર ગેરકાયદેસર બાંધકામ ને કારણે ટ્રાફીક ની બહુજ સમસ્યા રહે છે.અને નાગરીકો ત્રાહીમામ પોકારી જાય છે. જાણવા મુજબ સદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જાગૄત નાગરિક દ્વારા ટી.ડી.ઓમા ફરિયાદ કરેલ પરંતુ બાંધકામ તપાસનીસ અને સર્વયર સદર રેસ્ટોરન્ટની વારંવાર મુલાકાત લઈ અને સમજી લે છે.એવું જાણવા મળેલ તેથી ડે.મ્યુનિસિપલ કમિશનર એ વારંવાર મુલાકાત લેતા સર્વેયર,બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ સામે વિજિલન્સ તપાસ કરાવી તેઓની મિલકતો તપાસી ભ્રષ્ટાચારને બહાર લાવી બાંધકામ તપાસનીસ,ડે.ટી.ડી.ઓ, સર્વયર સામે એ.સી.બી.માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી અને ભ્રષ્ટાચારીઓને પાઠ ભણાવવો જોઈએ.
બાંધકામ પરવાનગીમા પૈસા ફેકો , ફાઈલ મંજૂર કરાવો ,cgdcr ની ઐસી તૈસી..
પાલિકાના બાંધકામ પરવાનગી શાખામાં બધી છૂટ પેહલા બાંધવાનું પછી મજૂરી લેવાની..
ગણદેવીકર જવેલર્સની રજા ચીઠ્ઠી રદ કરવાને બદલે રિવાઇઝ અપાશે વાહ ટીડીઓ..
અધિકારીઓ રૂપિયા માટે ગમે ત્યાં સુધી જઈ શકે, આમ જનતાનું હોત તો તોડી નાખવામાં આવત..
વડોદરામાં બાંધકામ પરવાનગી શાખામાં, મકાન બનાવતા પહેલા અગાઉ મંજૂરી લેવાની જરૂર નથી ? રજા ચિઠ્ઠી મુજબ બાંધકામ ન કરો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. બની ગયા પછી ફુરસતે, લેતી દેતી કરીને આર્કિટેક્ટ રજા ચિઠ્ઠી- રીવાઈઝ્ડ રજા ચિઠ્ઠી મૂકીને બધું ગોઠવણ સાથે મંજૂર કરાવી દે છે ! આ વિભાગમાં ભ્રષ્ટ અધિકારીઓ ગમે તેમ કરીને રાજકીય વગનાં આધારે ગોઠવાઈ જતા હોય છે. પછી સહિયારા ભ્રષ્ટાચારની ચેઈન ગોઠવાયેલી છે. ગણદેવીકર જવેલર્સમાં બે માળ ચાલુ કામમાં મંજૂરી વગર બાંધી દેવાનું શક્ય નથી.પરંતુ વચેટીયા બધો તક્તો ગોઠવી આપે છે...
Reporter: admin







