મેનેજરે સોરી કહીને પોતાના હાથ અદ્ધર કરી દીધા
શહેરની પ્રખ્યાત હયાત હોટલમાં પરિવાર સાથે જમવા ગયેલા ગ્રાહકે વેજેટેરિયન જમવાનું મંગાવ્યા બાદ ગ્રાહકને નોનવેજ પીરસવામાં આવતા હોબાળો મચી ગયો હતો.

મળેલી માહિતી મુજબ શુદ્ધ શાકાહારી તેવા એક ગ્રાહક હયાત હોટલમાં જમવા ગયા હતા જ્યાં તેમણે શાકાહારી ભોજન નો ઓર્ડર કર્યો હતો. તેમણે વેઇટરને ચાર વખત જાણ કરી હતી કે તેમને માત્રને માત્ર શાકાહારી ભોજન જ જોઇએ છે તો મળશ ને ત્યારે હોટલના સ્ટાફે તેમને હા પાડી હતી પણ જ્યારે ઓર્ડર આવ્યો તે ફુડ જોઇને આ ગ્રાહક ચોંકી ગયા હતા કારણ કે હોટલ હયાત દ્વારા તેમનો નોનવેજ ફૂડ અપાયું હતું. તેમણે આ મામલે મેનેજરને જાણ કરી તો મેનેજર સોરી ભુલથી થઇ ગયું છે તેમ કહી છટકી ગયા હતા. શુદ્ધ શાકાહારી હોવાથી નોનવેજ ફુડ જોઇને જ ગ્રાહકની હાલત ખરાબ થઇ ગઇ હતી અને તેઓ રડવા લાગ્યા હતા.

ગ્રાહકે પોલીસને ફોન કરતા કલાકો પછી ગોત્રી પોલીસ હયાત હોટલ પર પહોંચી હતી. જો કે પોલીસે પણ હાથ અદ્ધર કરીને કહી દીધું હતું કે તમે ગ્રાહક સુરક્ષામાં સંપર્ક કરો. પોતાની સાથે થયેલા આ હરકત અંગે ગ્રાહકે ન્યાય મલે તેવી રજૂઆત કરી હતી.
મારી જીંદગીની મોટી ભુલ
હું હયાત હોટલમાં લંચ કરવા આવ્યો એ મારી જીંદગીની મોટી ભુલ હતી. હું વેજ માણુસ છું અને મને નોનવેજ ખવડાવી દીધું છે. મારે જીવવાનું મુસ્કેલ બની રહ્યું છે. મે ફરિયાદ કરી તો કહે છે કે તમે અમને બ્લેકમેઇલ કરો છો મે તમામને હાથ જોડ્યા કે મને ન્યાય આપ્યો પોલીસે કહ્યું કે અમારી મેટર નથી એટલે અમે નહી આવીએ
પીડિત ગ્રાહક
Reporter: admin







