News Portal...

Breaking News :

આવારા સ્ટંટબાજોને કાબુમાં રાખવામાં પણ નિષ્ફળ

2025-08-11 10:38:14
આવારા સ્ટંટબાજોને કાબુમાં રાખવામાં પણ નિષ્ફળ


એસીપી વ્યાસે સમજવું જોઇએ કે આ જ તત્વો છે તે રાત્રીના સમયે ફુલ સ્પીડમાં વાહનો હંકારીને રોફ જમાવાનો પ્રયાસ કરે છે.  


તેમના માટે ટ્રાફિકનો કોઇ નિયમ જાણે લાગુ ના પડતો હોય તેવું તેમનું વર્તન હોય છે અને તેથી આવા તત્વો સામે જ્યારે કાર્યવાહી કરાય ત્યારે તેમના નામ, ઉંમર, ક્યાં રહે છે, તેમનો કોઇ ગુનાહીત ભુતકાળ છે કે કેમ તે સહિતની તમામ બાબતો જાહેર કરવી જરુરી છે પણ એસીપી વ્યાસ સાહેબ ટ્રાફિક નિયમન કરવામાં તો નિષ્ફળ ગયા જ છે પણ આવા આવારા સ્ટંટબાજોને કાબુમાં રાખવામાં પણ નિષ્ફળ ગયા છે. એસીપી વ્યાસે આ આરોપીઓના નામ જાહેર ના કરીને આરોપીઓને આડકતરી રીતે જાણે ઉત્તેજન આપ્યું છે. કારણ કે આરોપીઓ તો આ કૃત્યથી ખુશ જ થશે. આવા તત્વોને ડામવા માટે કડક કાર્યવાહી કરવી જ જોઇએ




એસીપી વ્યાસે સ્ટંટબાજોના નામ ઇરાદાપૂર્વક છુપાવ્યા
આ વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે નવલખી મેદાન ખાતે ત્રણ સ્કોર્પીયો ગાડી અને એક સ્વીફ્ટ ગાડીઓનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો જે એસીપી ટ્રાફિક પશ્ચિમ ઝોન ડી.એમ.વ્યાસના ધ્યાને આવકાં તેમણે તત્કાળ વીડિયોના આધારે તપાસ કરી ચારેય ફોર વ્હીલને પકડી પાડી એમવી એક્ટ હેઠળ ડીટેઇન કરી હતી. પોલીસે આ ફોર વ્હીલર અને તેમને ચલાવનારા શખ્સોના ફોટા પણ મીડિયાને આપ્યા હતા. જો કે નવાઇની વાત એ છે કે તેમણે ફોટા આપ્યા પણ આ સ્ટંટ કરનારા કોણ હતા અને કોની તમે ધરપકડ કરી હતી તેના નામ સુદ્ધાં એસીપી વ્યાસે આપ્યા ન હતા તેથી તેમણે ઇરાદાપૂર્વક આ સ્ટંટબાજોના નામ મીડિયાથી અને વડોદરાના લોકોની છુપાવ્યા હતા. શું આ સ્ટંટબાજોના ખાલી ફોટા પાડવાથી તેઓ ભવિષ્યમાં ભુલ નહી કરે તેવું એસીપી વ્યાસ માનતા હશે કે કેમ તેની અમને ખબર નથી. એસીપી વ્યાસે ચારેય ગાડીઓના નંબર જાહેર કર્યા હતા પણ તે તો વડોદરાના લોકોએ વીડિયોમાં જોઇ લીધું છે. આ પ્રકારના સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકનારા તત્વોના નામ તો એસીપી વ્યાસે જાહેર કરવા જોઇતા હતા તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે. એસીપી વ્યાસે સ્ટંટ બાજોના નામ ઇરાદાપૂર્વક છુપાવ્યા હતા તે સ્પષ્ટ થઇ ગયું હતું.

Reporter: admin

Related Post