News Portal...

Breaking News :

સંસ્કારના નામે અશ્લીલતા અને પ્રશાસનની નપુંસકતા સામે આક્રોશ.

2026-04-13 14:22:38
સંસ્કારના નામે અશ્લીલતા અને પ્રશાસનની નપુંસકતા સામે આક્રોશ.


 

મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવા યુગપુરુષે જે સંસ્થાને લોકકલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ માટે સ્થાપી હતી, તે MS યુનિવર્સિટીને આજે ABVP ના નારંગી ગુંડાઓએ ડાન્સ બાર બનાવી દીધી છે. 

સંસ્કૃતિના રક્ષક હોવાનો જે દંભ આ સંગઠન વર્ષોથી કરતું આવ્યું છે, તેનો અસલી ચહેરો કેમ્પસમાં રજૂ થયેલા અશ્લીલ નૃત્યોએ ઉઘાડો પાડી દીધો છે.ABVP નો લોગો આજે શૈક્ષણિક મર્યાદાના ભંગથી ખરડાયો છે. જે હાથોએ પુસ્તકો અને શિસ્ત પકડવાની હતી, તે હાથોમાં આજે અશ્લીલતાના ઝંડા છે. લોગો પરના આ કાળા ડાઘ હવે કોઈ પણ દલીલથી ધોઈ શકાશે નહીં. યુનિવર્સિટી પ્રશાસન કે ABVP ના ગુલામ? યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર એ જવાબ આપવો જોઈએ કે શું કેમ્પસમાં આવા ફુવડ પ્રદર્શનો માટે મંજૂરી આપવામાં આવી હતી? 

જો કોઈ અન્ય સંગઠને આ કર્યું હોત, તો અત્યાર સુધીમાં પોલીસ ફરિયાદો થઈ ગઈ હોત. પ્રશાસનની આ નપુંસક મૌન સ્વીકૃતિ બતાવે છે કે MSU હવે શિક્ષણવિદો નહીં પણ રાજકીય આકાઓ ચલાવે છે.વેલેન્ટાઈન ડે પર પ્રેમી પંખીડાઓને મારવા દોડતી આ 'મોરલ પોલીસ' આજે ક્યાં મોઢું છુપાવીને બેઠી છે? પોતાના કાર્યક્રમમાં જ્યારે મર્યાદાનું ચીરહરણ થાય છે, ત્યારે તેમના 'હિન્દુ સંસ્કાર' કયા પાતાળમાં ઉતરી જાય છે?આ આયોજન એ માત્ર એક ડાન્સ નથી, પણ ગુજરાતની શૈક્ષણિક ગરિમા પર કરવામાં આવેલો પ્રહાર છે. જો યુનિવર્સિટી પ્રશાસન ABVP ના પદાધિકારીઓ સામે તાત્કાલિક શિસ્તભંગના પગલાં નહીં ભરે અને પોલીસ ફરિયાદ નહીં કરે, તો એ સાબિત થઈ જશે કે MSU હવે વિદ્યાધામ નથી રહ્યું, પણ રાજકીય સંગઠનોની રખાત બની ગયું.

Reporter: admin

Related Post