News Portal...

Breaking News :

કાલુપુર વિસ્તારમાં ભીડભાડનો લાભ લઈ લોકોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવી લેતી ટોળકી ઝડપાઈ

2026-04-13 12:10:53
કાલુપુર વિસ્તારમાં ભીડભાડનો લાભ લઈ લોકોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવી લેતી ટોળકી ઝડપાઈ



અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં ભીડભાડનો લાભ લઈ લોકોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવી લેતી ટોળકી ઝડપાઈ છે. 

આ ગેંગના સભ્યો માત્ર ચોરીને અંજામ આપવા ઉત્તર પ્રદેશથી અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં જતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ ટોળકી બસમાં સાયકલ સાથે લાવી ચોંકાવનારી રીતે આખી ઘટનાને અંજામ આપતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે પોલીસે હાલ તો આ ટોળકીના પાંચ સભ્યોને પકડી પાડ્યા છે અને અન્ય શહેરો અને અન્ય રાજ્યમાં થયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના કાલુપુર પોલીસે ઉત્તર પ્રદેશના મુરાદાબાદના રહેવાસી મુસાહીદ કુરેશી, હનીફ પઠાણ, નૌશાદ હુસેન અબ્બાસી, ગુલઝેબ અન્સારી અને શાનેઆલમ મલિક એમ કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે, અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં રોકાતા અને ખિસ્સામાં રૂપિયા લઈને જતા વ્યક્તિઓને ટાર્ગેટ કરી રૂપિયા પડાવી લેતા હતા.

Reporter: admin

Related Post