News Portal...

Breaking News :

એલીમકો ઉજ્જૈન ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના સાધન સહાય વિતરણ કેમ્પ

2024-12-13 17:45:19
એલીમકો ઉજ્જૈન ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના સાધન સહાય વિતરણ કેમ્પ


એલીમકો ઉજ્જૈન ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના સાધન સહાય વિતરણ કેમ્પ  નું આયોજન કરવામાં આવેલ છે. 


જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા આઈડી શાખા અંતર્ગત  સાધન સહાય યોજના હેઠળ એલીમકો ભારત સરકાર દ્વારા સાધન સહાયનો લાભ મળે તે માટે   વર્ષ 23- 24 એસેસમેન્ટ કેમ્પ  કરવામાં આવેલ તે કેમ્પ માં હાજર રહેલ તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એલીમકો ઉજ્જૈન ભારત સરકાર  અને ગુજરાત સરકાર દ્વારા વિલચેર ,ટ્રાઇસિકલ, કાન નુ સાંભળવાનું મશીન શ્રવણ યંત્ર, ADL કીટ, સીપી ચેર, બ્રેઇલ કીટ વગેરે જેવા 24 પ્રકારના જુદા જુદા અંદાજિત ૧૮ લાખ રૂપિયા જેવી રકમના સાધન સહાય વિતરણ નીચે મુજબના સ્થળે અને સમયે કરવામાં આવનાર છે 


આ કેમ્પમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન .અધ્યક્ષ નિષીધ ભાઈ દેસાઈ સાહેબ, માન.ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર માન. શાસનાઅધિકારી શ્વેતાબેન પારગી તેમજ  સભ્ય આદિત્ય ભાઈ, સભ્ય શર્મિષ્ઠા મેડમ, કિરણભાઈ, જીગ્નેશ ભાઈપરીખ સાહેબ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યઓ ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની જરૂરિયાત મુજબની સાધન સહાય તેમજ અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે અને તે મુજબ તેમને વિતરણ કરવામાં આવશે.તેમજ સદર કેમ્પમાં આવનાર તમામ વાલીને સરકારના તમામ લાભો તેમજ તેમના જીવનમાં જરૂરી ઉપયોગી તમામ શૈક્ષણિક સામગ્રી તેમજ છે વોકેશનલ જેવી અન્ય વિષયો પર વાલી તાલીમ પણ આપનાર છે 

Reporter: admin

Related Post