ગણેશ ઉત્સવ પર આવેલા પરિપત્ર ને લઈને ગત રોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતી મિટિંગ યોજાઈ હતી. જેમાં આવનાર તારીખ ૨૩-૦૬-૨૦૨૪ રવિવાર ના રોજ પરિપત્ર ની વિરુદ્ધમાં એક મહારેલી નું આયોજન રાખવામાં આવેલ છે.
આ રેલી રવિવાર ના રોજ સાંજે ૦૫:૦૦ વાગે માંડવી ખાતે થી નીકળી દાંડિયા બજાર ખાતે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં મહાઆરતી કરી ભગવાન ને પ્રાર્થના કરવામાં આવશે કે ગણેશજીના ઉત્સવમાં વિઘ્ન બનનારને આપ સદ્બુદ્ધિ આપો.વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખુબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો તહેવાર છે. સમગ્ર સનાતાનીઓ ની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલ છે ત્યારે એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે, જો તારીખ ૨૩-૦૬-૨૦૨૪ પેહલા ગણેશ ઉત્સવ પર લાગેલ રોક નહિ હથે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે સાથે વડોદરા શહેર મૂર્તિકાર એસોસિયેશન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે એમના દ્વારા પણ આ વર્ષે ફક્ત સ્થાપના મૂર્તિ બનાવવામાં આવશે.
સાથે સાઉન્ડ એસોસિયેશન દ્વારા પણ આ વર્ષે ગણેશ ઉત્સવ તથા મહોરમ માં સાઉન્ડ સિસ્ટમ નહિ લગાવવામાં આવે જો પરિપત્ર માં ફેરફાર નહી થાય તો દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે. ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. હિન્દુઓને તહેવાર ઉજવવા માટે ભીખ માંગવી પડતી હોય છે. પણ આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ સભ્ય નેતા પાસે નહિ જાય. જો તારીખ ૨૩-૦૬-૨૦૨૪ પહેલા નિરાકરણ નહીં આવે તો આ વર્ષે સત્તાધારી પક્ષને ખુબ મોટું નુકશાન જશે.
Reporter: News Plus