વડોદરા : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત ગામ અને નગરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં જનભાગીદારી અતિ આવશ્યક છે ત્યારે આજરોજ ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અંગે જાગૃતતા લાવવા હેતુ શેરી નાટક નું અયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં સફાઈ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો પોતાના ઘર, મહોલ્લો કે વિસ્તાર માં સ્વચ્છતા જાળવે તે હેતુ થી છેલ્લા 3 દિવસ માં નગરના વિવિધ 24 જેટલા સ્થળો એ શેરી નાટક યોજી સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યા છે. જે નાટકમાં જાહેર સ્થળો એ સ્વચ્છતા જાળવવી, કચરો કચરાપેટીમાં નાખવો, ડભોઇ નગરપાલિકા દ્વારા આવતી ડોર ટુ ડોર વાહન માં ઘર નો કચરો સૂકો અને ભીનો અલગ રાખી આપવો પોતાના ઘર ,વિસ્તાર અને નગર ને સ્વચ્છવા રાખવા નો સંદેશો આપ્યો હતો.

ડભોઇના ટાવર ચોક, મહુડી ભાગોળ, વડોદરી ભાગોળ, હીરા ભાગોળ, નાંદોદી ભાગોળ વિસ્તાર તથા નગરની હાઈસ્કૂલ તમજ પ્રાથમિક શાળાઓમાં આ શેરી નાટકો યોજવામાં આવ્યા હતા અને આ શેરી નાટકો યોજી વધુ માં વધુ લોકો ને સ્વચ્છતા અંગે જાગૃત થાય, સ્વચ્છતા ને પોતાનો સ્વભાવ બનાવે અને સફાઈ અંગે જાગૃતતા હેતુ ચીફ ઓફિસર જયકિશન તડવી ની સૂચના અનુસાર સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા સમગ્ર નગરમા સ્વચ્છતા ની કામગીરી કરાવી રહ્યા છે. જયારે આજે આ કાર્યક્રમોમાં નગરપાલિકા ના પ્રોજેક્ટ મેનજર મહેશભાઈ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહી લોકોને સ્વચ્છતા અંગે વધુમાં વધુ લોકોને જાગૃત કર્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા નગરજનો જોડાયા હતા અને આ સાચા અર્થમાં આ શેરી નાટકો થી લોકો સ્વચ્છતા થી જાગૃત થયા હતા.




Reporter: admin