News Portal...

Breaking News :

સામાન્ય નાગરિક કદાચ ભૂલ કરે તે ચલાવી લેવાય, પરંતુ નેતાઓ ભૂલ કરે તે ચલાવી લેવાય નહીં

2025-08-18 09:52:19
સામાન્ય નાગરિક કદાચ ભૂલ કરે તે ચલાવી લેવાય, પરંતુ નેતાઓ ભૂલ કરે તે ચલાવી લેવાય નહીં


આપણને બધાને ધ્વજવંદન અને સલામીની તાલિમ લેવાની ખુબ જરૂર છે 
દેશની આન-બાન-શાનના પ્રતિક તિરંગાને કેવી રીતે લહેરાવવો ? તિરંગાને સલામી કેવી રીતે અને કેટલા સમય સુધી આપવી ? રાષ્ટ્રગાન વખતે શું કરવું ? લોકોને તેની પૂરેપૂરી સમજણ આપવાની જરૂર છે. 


રાષ્ટ્રભક્તિના પ્રત્યેક કાર્યક્રમના પ્રારંભમાં આયોજકોએ બધાને સમજાવી દેવું જોઈએ કે, આખાય કાર્યક્રમમાં તેઓએ શું કરવું ? ધ્વજવંદનના કાર્યક્રમની ખાસ તાલિમ આપવી અત્યંત જરૂરી છે. દર વર્ષે અને દર વખતે ધ્વજવંદનના કાર્યક્રમોમાં ડાયસ પર ઉપસ્થિત નેતાઓ જ અલગ-અલગ ક્રિયા કરતા જોવા મળે છે. જેને લીધે લોકો પણ મુંઝવણમાં મુકાય છે કે, ધ્વજનવંદન અને રાષ્ટ્રગાન ગાતી વખતે સલામી આપવી કે નહીં ? 


ઉપરોક્ત તસવીરમાં ડાયસ પર ઉભેલા કેટલાક નેતાઓ રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે તો બીજા એવું કરતા નથી. આ તસવીર જ દર્શાવે છે કે, ધ્વજવંદન સમયે શું કરવુ તેની બધાને ખબર હોવી જોઈએ.સામાન્ય નાગરિક કદાચ ભૂલ કરે તે ચલાવી લેવાય પરંતુ નેતાઓ ભૂલ કરે તે ચલાવી લેવાય નહી.

Reporter: admin

Related Post