News Portal...

Breaking News :

અજિત પવારની જપ્ત કરેલી ૧૦૦૦ કરોડ સંપત્તિને મુક્ત કરવાનો આદેશ

2024-12-07 10:11:44
અજિત પવારની જપ્ત કરેલી ૧૦૦૦ કરોડ સંપત્તિને મુક્ત કરવાનો આદેશ


મુંબઈ: અજિત પવાર પરિવારને મોટી રાહત મળી છે. ટ્રિબ્યુનલ કોર્ટે આવકવેરા વિભાગ દ્વારા અજિત પવારની ૧૦૦૦ કરોડની જપ્ત કરેલી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 


2023માં આવકવેરા વિભાગે સંબંધિત મિલકતો સામે જપ્તીની કાર્યવાહી કરી હતી. કોર્ટના આ નિર્ણયથી અજિત પવારને મોટી રાહત મળી છે. રસપ્રદ વાત એ છે કે કોર્ટે અજિત પવારના પુત્ર પાર્થ પવાર અને તેમની પત્ની સુનેત્રા પવારની જપ્ત કરેલી સંપત્તિને પણ મુક્ત કરી દીધી છે. અજિત પવારની સ્પાર્કલિંગ સોઈલ, ગુરુ કોમોડિટીઝ, ફાયર પાવર એગ્રી ફાર્મ અને નિબોધ ટ્રેડિંગ કંપની સાથે સંબંધિત સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. પરંતુ આખરે કોર્ટના આદેશ બાદ આ મિલકતો મુક્ત કરવામાં આવી છે.અજિત પવારે 5 ડિસેમ્બરે છઠ્ઠી વખત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. 


આ પછી બીજા દિવસે અજિત પવારને કોર્ટમાંથી રાહત મળી છે. થોડા મહિના પહેલા આવકવેરા વિભાગે અજિત પવાર, સુનેત્રા પવાર અને પાર્થ પવારની કંપનીઓની કેટલીક સંપત્તિઓ સામે કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગે સંબંધિત સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સામે પવાર પરિવારે કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કોર્ટ કાર્યવાહી 2023 માં થઈ હતી. પવાર સામેની સંબંધિત કાર્યવાહીને સ્થગિત કરવાની માગણી કરતી અરજીઓ વારંવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્ટે ઑર્ડર જારી કરવામાં આવ્યો હતો, પણજપ્ટ કરવામા ંઆવેલી મિલકતો છઓડવામાં નહોતી આવી. હવે ટ્રિબ્યુનલ કોર્ટે જપ્ત કરાયેલી મિલકતને મુક્ત કરવાનો આદેશ આપતા અજિત પવારને મોટીરાહત મળી છે.

Reporter: admin

Related Post