News Portal...

Breaking News :

મેઘરજમાં ધાર્મિક સ્થાન પાસે જૂથ અથડામણ સર્જાઈ : હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત

2024-12-07 09:56:33
મેઘરજમાં ધાર્મિક સ્થાન પાસે જૂથ અથડામણ સર્જાઈ : હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત


અરવલ્લી : મેઘરજમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી આ અથડામણમાં હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાહર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડયા હતા અને હાલમાં મેઘરજમાં અજંપાભરી સ્થિતિ છે,પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ નોંધી છે,અને સામસામે પક્ષે ગુનો નોંધ્યો છે.મેઘરજમાં ધાર્મિક સ્થાન પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી જેના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી,પોલીસે હાલમાં મેઘરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે આ જૂથ અથડામણમાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને વાહનોને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.અરવલ્લી જિલ્લાની અલગ-અલગ પોલીસ સ્ટેશનની પોલીસને હાલમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.જૂથ અથડામણ કેમ થઈ તેની પાછળનું કારણ અકબંધ છે,પરંતુ પોલીસે હાલમાં સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી દીધો છે.


મેઘરજ આમ તો અરવલ્લી જિલ્લાનું નાનું ગામ છે અને અચાનક આ ગામમાં જૂથ અથડામણ થઈ હતી અને બન્ને પક્ષો સામસામે આવીને પથ્થરમારો કરવા લાગ્યા હતા,આ પહેલેથી પ્લાનિંગ હતુ કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,કેમકે એક સાથે આટલા પથ્થરો કયાથી આવે તે પણ એક સવાલ છે,ત્યારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથધરી છે,ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લાના એસપી પણ પોલીસ સ્થળે પહોંચ્યા હતા અને તમામ માહિતી મેળવી રહ્યાં છે.આ સમગ્ર મામલે પહેલા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને ત્યારબાદ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કર્યુ હતુ,ધાર્મિક સ્થળની અંદર જઈને પણ પોલીસે તપાસ હાથધરી છે,આ કરાવવા પાછળનું કારણ શું તેને લઈ પોલીસ પણ તપાસ કરી રહી છે.

Reporter: admin

Related Post