અમદાવાદ : સરકારે જાહેર કરેલી નવી જંત્રી સામે રાજ્યભરમાંથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરંતુ, રાજકોટમાં તો સ્થિતિ વધારે કફોડી બની છે.
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગ પહેલેથી જ મંદીમાં છે. જ્યારે હવે જંત્રીના ભાવ વધતા બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે.આ ભાવ વધારાથી રાજકોટમાં વિકાસ અટકી જવાનો બિલ્ડર લોબીનો દાવો છે કારણ કે ભાવ વધારાને લીધે એફએસઆઈ, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ વધારો થશે. જેના પરિણામે પહેલાં જે ઘર 30 લાખમાં પડતા હતા. તે હવે 35 થી 36 લાખ રૂપિયામાં પડશે.રાજ્ય સરકારે જંત્રી સામે વાંધા અરજી માટે એક મહિનાનો સમય આપ્યો છે.
જો કે બિલ્ડ એસોસિએશનની માંગ છે કે તે માટે બે મહિનાનો સમય આપવામાં આવે. અને અરજી ઓનલાઈનને બદલે ઓફલાઈન કરવામાં આવે. રાજકોટમાં જંત્રીના ભાવ વધારા સહિત ટીપી શાખાની આંટીઘૂંટી સામે પણ વિરોધ ઉઠી રહ્યો છે. બાંધકામ સંદર્ભે રાજકોટ મનપા દ્વારા 11 જેટલા પરિપત્રો બહાર પડાયા છે. સ્થિતિ એવી છે કે બિલ્ડર પ્લાન મુકતા પણ ડરી રહ્યા છે.સરકારે જંત્રીના દરમાં 200થી લઈને 2000 ટકા સુધીનો વધારો સુચવ્યો છે. જેની સામે સૌથી લોકોએ તો નહીં પણ બિલ્ડરોએ સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો છે. કેમકે જો ઘરો મોંઘા થશે તો તેને ખરીદશે કોણ ? તેની એમને ચિંતા છે. આ મામલે ક્રેડાઈએ વિરોધ સાથે કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા છે.
Reporter: admin







