News Portal...

Breaking News :

માલેગાંવના કેસમાં ED દ્વારા કુલ 13.5 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત

2024-12-07 09:48:06
માલેગાંવના કેસમાં ED દ્વારા કુલ 13.5 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત


અમદાવાદ: ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને મુંબઈમાં કુલ સાત જગ્યાઓ ED દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 


ચોંકાવનારી વાત તો એ છે કે આ સર્ચ ઓપરેશનમાં ED દ્વારા કુલ 13.5 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. જેમાં જે રકમને જપ્ત કરવામાં આવી છે તે રકમ નાશિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક એટલે કે NAMCO બેંક માલેગાંવના કેસ સાથે સંબંધિત છે.


સમગ્ર મામલે ED દ્વારા NAMCO બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે જાળવવામાં આવેલા ખાતાઓની તપાસ કરવામાં આવી તેવી માહિતી સામે આવી છે. જેમાં ડેબિટ વ્યવહારોની ED દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તો મની ટ્રેલ તપાસમાં સામે આવ્યું કે મોટા ભાગની રકમ 21 લોકોની માલિકીમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post