News Portal...

Breaking News :

મિનરલ વોટરની બોટલ પર એક રૂપિયો જીએસટી લેવાના મામલામાં રૂ. ૮,૦૦૦ ચૂકવવાનો આદેશ

2025-05-18 11:16:35
મિનરલ વોટરની બોટલ પર એક રૂપિયો જીએસટી લેવાના મામલામાં રૂ. ૮,૦૦૦ ચૂકવવાનો આદેશ



ભોપાલ : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ગ્રાહક સુરક્ષા કેન્દ્રએ એક રેસ્ટોરેન્ટને મિનરલ વોટરની બોટલ પર એક રૂપિયો જીએસટી લેવાના મામલામાં રૂ. ૮,૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો છે. 

રિપોર્ટ મુજબ, ઓક્ટોબર ૨૦૨૧ના રોજ એશ્વર્યા તેના મિત્રો સાથે ભોપાલની રેસ્ટોરેન્ટમાં જમવા ગઇ હતી. જ્યારે, બિલ આવ્યું ત્યારે મિનરલ વોટરની બોટલ પર રૂ. ૨૦ની એમઆરપી લખી હતી. પરંતુ, બિલમાં તેની પાસેથી રૂ. ૨૯ વસુલવામાં આવ્યા હતા. આ રૂ. ૨૯માં એક રૂપિયાના જીએસટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 

રેસ્ટોરેન્ટના સ્ટાફને જ્યારે તેની ફરિયાદ કરવામાં આવી ત્યારે, તેમણે કહ્યું કે તેઓ નિયમ મુજબ ચાર્જ વસૂલી રહ્યાં છે. જે બાદ આ કેસ ગ્રાહક સુરક્ષા ફોરમમાં પહોચ્યો હતો. હવે ૪ વર્ષ બાદ નિર્ણય સામે આવ્યો છે. રેસ્ટોરેન્ટે એક રૂપિયાના જીએસટીની સાથે સર્વિસમાં કમી માટે રૂ. ૫૦૦૦ અને કેસના ખર્ચ તરીકે રૂ. ૩૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

Reporter: admin

Related Post