News Portal...

Breaking News :

ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધુ હતું: GPSCના ચેરમેન હસમુખ પટેલ ઈન્ટરવ્યૂ રદ કર્યા

2025-05-18 11:13:18
ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધુ હતું: GPSCના ચેરમેન હસમુખ પટેલ ઈન્ટરવ્યૂ રદ કર્યા


ગાંધીનગર :ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ કર્યા હોવાની જાણકારી આપી છે. 

આ સાથે કયા કારણોસર ભરતીના ઈન્ટરવ્યૂ રદ કર્યા છે અને આગામી દિવસોમાં ઈન્ટરવ્યૂ ફરી લેવાની તારીખ જાહેર કરવામાં આવશે તેને લઈને માહિતી આપી હતી. GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'શુક્રવાર થી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયા છે. 

શનિવારે સાંજે આયોગના ધ્યાન પર આવ્યું છે કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા.‌ તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે, જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે. તારીખ હવે જાહેર કરવામાં આવશે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનું અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે.'અગાઉ GPSCના ઈન્ટરવ્યૂને લઈને થયા હતા અનેક સવાલો GPSCના ઇન્ટરવ્યુમાં ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોર સમાજના ઉમેદવારોને પણ અન્યાય થાય છે તેવી પોસ્ટ શેર કરી હતી.

Reporter: admin

Related Post