બાંધકામ પરવાનગી શાખાના ડેપ્યુટી ટીડીઓ પોતે કરેલા કરતૂતોને કારણે ભેરવાયા...
વડોદરા કોર્પોરેશનમાં ફરજ બજાવતા ડે. એક્ઝિ. ઇજનેર દિનેશ રામરતનદાસ દેવમુરારીએ અનુસુચિત જનજાતિનું ખોટાં પ્રમાણપત્ર દ્વારા નોકરી મેળવી હોવાનું અને બઢતી મેળવી હોવાની ફરિયાદ મ્યુનિ.કમિશનર, સરકારના શહેરી વિકાસ વિભાગ સમક્ષ કરવામાં આવી છે. આ ફરિયાદ કોર્પોરેશનનાં એક કર્મચારી સંજય ગોવિંદયા દ્વારા જ રવામાં આવી છે. મ્યુનિ.કમિશનરે સામાન્ય વહિવટ વિભાગને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.મ્યુનિ.કમિશનર સમક્ષ મેઇલ દ્વારા સંજય ગોવિંદયા દ્વારા જે ફરિયાદ કરાઇ છે તે મુજબ કે અમે આપનું ધ્યાન વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવેલ ગંભીર ગેરરતીઓ અંગે ગેરકાયદેસર કૃત્યો તરફ ખેંચવા માંગીએ છીએ . આ બાબતે અમે અગાઉ રાજ્ય સરકાર મારફતે રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી કરાઇ નથી જે નિંદનીય અને ચિંતાજનક છે. તેમણે જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગના પરિપત્ર અંક 33/21-22, તા . 28-01-2022 મુજબ ડે. એન્જિનીયરની 1 જગ્યા અનુસૂચિત જનજાતિ (એસટી) અને 4 જગ્યા સામાન્ય જાતિ માટે આંતરીક ભરતી દ્વારા ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઇ હતી તે અન્વયે હુકમ 304/21-22, તા . 22-02- 2022 મુજબ દિનેશ રામરતનદાસ દેવમુરારીને અનુસૂચિત જનજાતિની જગ્યા પર નિમણૂક આપવામાં આવી છે.
જો કે તેઓ સામાજીક અને શૈક્ષણક રીતે પછાત વર્ગ ની યાદી ક્રમ નંબર 7 મુંજબ વૈરાગી બાવા જાતિના છે જે અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં આવતી નથી જેથી તેમની નિમણૂક સ્પષ્ટપણે ગેરકાયદેસર છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ ક્રમાંક સી આરઆર-102018-461239-ગ.2, તા . 22-10-2018 જબ મુજબ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે સ્પષ્ટ કાર્યપદ્ધતિ નિર્ધારીત છે છતાં વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ નિયમોનું પાલન જ કર્યું નથી અને દેવમુરારી દ્વારા રજુ કરાયેલા પ્રમાણપત્રોની ખરાઇ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઘોર બેદરકારી અને સત્તાનો દુરપયોગ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221 મુજબ ગુનો ગણાય છે. તેમણે આ બાબતે શહેરી વિકાસ વિભાગમાં પણ ફરિયાદ કરી હતી
મેં તપાસ કરવા જણાવ્યું છે
જાતિ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ મળી છે અને મેં આ મામલે સામાન્ય વહિવટ વિભાગને તપાસ કરવા જણાવ્યું છે
અરુણ મહેશ બાબુ, મ્યુનિ.કમિશનર
Reporter: admin