વડોદરામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપતાં વિશ્વામિત્રી કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદી બે કાંઠે, વિશ્વામિત્રી નદીની જળસપાટી 9 ફૂટે પહોંચતા વિશ્વામિત્રી કિનારાના રહેણાંક વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો કે આજવા સરોવરની જળસપાટી 208.30 ફૂટે પહોંચી છે હજી પાંચ દિવસ વધુ વરસાદની આગાહી.પાલિકાના એકપણ કોર્પોરેટર પોતાના વિસ્તારમાં દેખાયા નથી. જ્યા નાગરિકોએ ખોબી ખોબા મત આપ્યા છે. તેજ કોર્પોરેટરો પોતાના મતવિસ્તારમાં દેખાયા નથી.તેમ નાગરિકોનું કહેવું છે. સ્થાનિકોનો તો કહેવું એવું છે કે સહિયારો ભ્રષ્ટાચાર હોવાથી એ પણ કોર્પોરેટરો વિસ્તારમાં જોવા મળતા નથી.
Reporter: admin