વડોદરા શહેરમાં બુધવારે અવિરત વરસેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. એવામાં એક ખાનગી હોસ્પિટલમાં પાણી ઘૂસી જતાં ત્યાં પ્રસુતિ કરાવવામાં આવેલા એક બાળકને ૧૦૮ મારફત એસએસજી ખસેડવામાં આવ્યું હતું.
આર.વી.દેસાઇ રોડ ઉપર આવેલી દયા માધવ હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એમને સતત તબીબી નિરીક્ષણમાં રાખવાની જરૂરિયાત હતી. આવા સમયે આ પ્રસુતિ ગૃહના તબીબે ૧૦૮ની મદદ લીધી હતી.
એમ્બ્યુલન્સ છેક સુધી જઇ શકે એમ નહોતી. એટલે, સ્ટાફ અને પરિવારે બાળક પલળે નહી એ રીતે ઢાંકી ૧૦૮ સુધી લાવ્યા હતા અને ત્યાંથી તેને એસએસજી ખસેડવામાં આવ્યું હતું.
Reporter: